તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દશલામાં શારીરિક-માનસિક ત્રાસ આપતાં 3 સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દશલા ગામે પરિણીતાને તુ કોઇને ગમતી નથી વાઝણી છે તેમ કહી ઝઘડો કરી ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બીજી પત્ની લઇ આવી પહેલેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા પતિ તથા સાસુ સસરા વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ તાલુકાના દશરા ગામે રહેતા મહેશભાઇ માવીના લગ્ન ચાર વર્ષ અગાઉ મનિષાબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પતિ મહેશએ એકાદ વર્ષ સારી રીતે રાખ્યા બાદ મનિષાને તુ ઘરનું કામકાજ બરાબર કરતી નથી, તને બાળકો થતા નથી તુ વાંઝણી છે તારા બાપના ઘરે જતી રહે પાછી આવીશ તો તને જાનથી મારી નાંખીશ તેમ કહી અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. તથા સસરા જવસીંગભાઇ અને સાસુ બદીબેન પણ પણ તારી પત્નીને છોકરા થતાં નથી તને બીજી પત્ની કરાવીશુ તેવા અવાર નવાર મ્હેણા ટોણા મારતા અને પતિને ચઢામણી કરતા હતા. પતિ તથા સાસુ સસરા દ્વારા અવાર નવાર પરિણીતાને ગાળો બોલી હેરાન પરેશાન કરતાં અને શારીરિક માનસીક ત્રાસ આપતાં અને છોકરા બાબતે તથા બીજી પત્ની લાવવા માટે અવાર નવાર હેરાન કરતા હતા. પરંતુ ઘર સંસાર ન બગડે તેમાટે પરિણીતા આ બધાનુ સહન કરતી પરંતુ પતિ તથા સાસુ સસરામાં કોઇ ફરક પડ્યો ન હતો. ત્યાર બાદ મનિષાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી અને મહેશ અભલોડ ગામની છોકરીને બીજી પત્ની તરીકે રાખવા માટે ઘરે લઇ આવ્યો હતો. જેથી મનિષાબેને પતિ મહેશ, સસરા જવસીંગભાઇ, સાસુ બદીબેન વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...