બેટી બચાવો, બેટી પઢાવો ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં દિકરીઓના જન્મને વધાવવા અને તેમના શિક્ષણને સુનિચ્છિત કરવા માટે બેટી બચાવો, બેટી પઢાવો ટાસ્ક ફોર્સ કમિટિની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ કમિટિની જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં જાતિ આધારિત લિંગ પરિક્ષણ અટકાવવા, દિકરીઓના અસ્તિવ અને સુરક્ષાને સુનિચ્છિત કરવા, દિકરીઓના શિક્ષણ અને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવા ચર્ચા કરી હતી. કલેક્ટર વિજય ખરાડીએ દિકરીઓના જન્મ અને શિક્ષણ માટે જનજાગૃતિ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું અને તે અનુસાર કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા મહિલા, બાળ અધિકારી સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...