તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ પૂર્વે જ ઊંધિયાના સ્વાદમાં રંગાવા લોકો તલપાપડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદમાં શિયાળાની ઋતુ સરસ મજાની જામી છે ત્યારે આ પર્વે ઉંધીયું- જલેબીના સ્વાદમાં રંગવા તલપાપડ બન્યા છે. શાકભાજીના આગમન સાથે જ ભાવઘટાડો થતા દાહોદમાં સર્વપ્રિય ઉંધીયાનો ભાવ પણ ગત વર્ષ જેટલો જ રહેશે.

દાહોદ અને આસપાસમાં પાકતા શાકભાજી સસ્તા મળતા થયા છે. નવી ડુંગળી અને નવા બટાકાના આગમન સાથે દાહોદમાં તે અને બહુધા શાકભાજીના ભાવમાં એક માસમાં લગભગ 30 થી 50 % જેટલો ઘટાડો નોંધાયો છે ત્યારે આ વખતે પણ ઉંધીયું ગયા વર્ષની જેમ રૂ.200થી 240 ના ભાવે જ પ્રાપ્ત થશે. ઉત્તરાયણ નિમિત્તે બે થી ત્રણ દિવસ સુધી દાહોદની ફરસાણ વેચાતી તમામ દુકાનો ઉપર ઉંધીયું અને જલેબીની સાથે લીલવાની કચોરી મળે છે. ઉત્તરાયણે વેચાણ અર્થે લોકો સમક્ષ મુકતા હોય છે. દાહોદમાં ઉત્તરાયણના પાવન પર્વે બહુધા લોકોના ઘરે જ ઉંધીયું બનતું. પરંતુ, હવે જમાનાની હવા સહુને લાગતા ઉંધીયું બનાવવાની પળોજણમાંથી સહુકોઈ મુક્તિ ઝંખતા હોય તેમ મોટાભાગના લોકો રેડીમેડ ઉંધીયું ખરીદી આ પર્વનો નિજાનંદ માણે છે.

દાહોદવાસીઓ ઉત્તરાયણ અગાઉ જ ઉંધીયાના સ્વાદના રંગે રંગવા મંડયા છે.

રતાળું અને ગરાડું દાહોદમાં લોકપ્રિય
મ.પ્ર. અને રાજસ્થાનમાં મહત્તમ ચલણી એવા રતાળું અને ગરાડુંના ટુકડાને બાફી- તળીને તેમાં મસાલો છાંટી ખવાય છે. દાહોદ, એ આ બંને રાજ્યોને અડીને આવેલું છે ત્યારે દાહોદમાં પણ આ બંને આઈટમોનું વેચાણ કરતી લારીઓ કે ખુમચાઓ ઉપર સાંજથી રાત લગી ભીડ જામે છે. તો આ સિઝનમાં થતા લગ્નોના જમણવારમાં પણ રતાળું અને ગરાડું એક ભાગ બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો