તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજબિલનાં નાણાંની ઉઘરાણી માટે ગયેલા વીજકર્મી પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાલત ગામે વીજબીલના નાણાની ઉઘરાણી માટે ગયેલા વીજ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિતના પરિવાર સામે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગરના મૂળ વતની અને હાલ દાહોદના એમજીવીસીએલ કચેરીમાં વીજ કર્મચારી યુવરાજસીંગ રાજપુત 18 માર્ચના રોજ દાહોદ તાલુકાના જાલત ગામે એક ઘરે વીજબીલના બાકી નાણાની ઉઘરાણી માટે ગયા હતાં.ત્યારે ઘરના માલિક હરસીંગભાઈ કળમી, હરસીંગનો પુત્ર, હરસીંગભાઈની પત્નીએ ભેગા મળીને વીજબીલ મુદ્દે બોલાચાલી કરી હતી. આ વખતે વાત વકરતા ત્રણેએ ગાળો બોલીને અમો ભારત સરકારના માણસો છીએ, લાઈટ બીલના નાણાં નહીં ભરીયે તેમ કહી યુવરાજસિંહ સાથે ઝપાઝપી કરી હતી. આ સાથે તેને થપ્પડો મારીને સરકારી કામમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે યુવરાજસિંહની ફરિયાદના આધારે કતવારા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાલતમાં પરિવારના ત્રણ સભ્યો સામે ગુનો દાખલ કરાયો

અમો ભારત સરકારના માણસો છીએે, બિલ નહીં ભરીએ કહી હુમલો

અન્ય સમાચારો પણ છે...