તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી આવાસના રૂપિયા લેવા વાસીયાડુંગરીમાં હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી આમલી ફળિયામાં રહેતા જેતુબેન પાગળાભાઇ ભુરીયા ગતરોજ પરિવાર સાથે ઘરે હતા. ત્યારે ગામના મુકેશ પુનીયા ભુરીયા તેમના ઘરે આવી સરકારી આવાશના પૈસા મળેલ છે તેમાંથી મને આપ કહી ગાળો બોલતો હો જેથી જેતુબેનના પતિએ તેને ગાળો બોલવાની ના પાડતા મુકેશ એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાની લાકડી પાંગળાભાઇને માથાના ભાગે મારી ઇજા પહોંચાડી લોહીલુહાણ કર્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે આજુબાજુના લોકો આવી જતાં આજે તો બચી ગયો હવે પછી મળીશ તો જીવતો છોડવાનો નથી કહી જતો રહ્યો હતો. 108 દ્વારા પાંગળાભાઇને સારવાર માટે દાહોદ સરકારી દવાખાને લઇ ગયા હતા. આ સંદર્ભે જેતુબેન પાંગળાભાઇ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે મુકેશ ભુરીયા વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...