તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં દેશ ભક્તિની થીમ પર વાર્ષિકોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરમાં ગુર્જર ભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજનો વાર્ષિકોત્સવ બુધવારે મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલભાઇ ધાનકાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વાગત ગીતથી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કોલેજના છાત્રોએ દેશભક્તિ ગીત, શિવ આરધાના (શિવોસ્ત્રમ), આદિવાસી લોક નૃત્ય, બોલીવુડ ડાન્સ, પંજાબી ડાન્સ,આ દિવાસી ડાન્સ અને ગરબાની પ્રસ્તૃતિ આપી હતી. ગાયન સ્પર્ધામાં છાત્રોએ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુરુ ગોવિંદ યુનિ.ના મેમ્બર ઓફ બોર્ડ ગવર્નેન્સ અને લીમખેડા કોલેજના આચાર્ય ગોપાલભાઇ શર્મા અને ગુરુ ગોવિંદ યુનિ.ના એક્ઝિ. મેમ્બર ડો. ભારતસિંહ ભોકણ સાથે ટ્રસ્ટી અમરસિંહભાઇ ગોહિલ, ચંદ્રકાન્તાબેન ધાનકાસહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

આ વાર્ષિકોત્સવનું સફળ સંચાલન આરઝુ મલેક અને ગાયત્રી બાલવાનીએ કર્યું હતું.આ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

દાહોદની શ્રી કૃષ્ણ પ્રણામી કોલેજમાં દેશ ભક્તિની થીમ ઉપર વાર્ષિકોત્સવની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો