તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલપુરા ચોકડી પરથી ફીગો ગાડીમાં મધ્યપ્રદેશથી લવાતો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલોદ પોલીસ ગતરોજ રાત્રીના સમયે પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે પ્રોહની બાતમી આધારે વેલપુરા ગામે બસ સ્ટે્શન નજીક ચોકડી ઉપર વોચમાં ઉભા હતા. ત્યારે બાતમી વાળી ગાડી આવતાં તેને ઉભી રખાવી હતી. જ્યારે ગાડીમાં જોડાં ડ્રાઇ‌ર સહિત ચાર ઇસમો બેઠા હતા.ે બેટરીના અજવાળે ગાડીના પાછળના ભાગે થેલાઓના પોટલા ભરેલા જોવા મળ્યા હતા. ગાડીમાં સવાર ચારે ઇસમોને નીચે ઉતારી રોડની સાઇડમાં બેસાડી પુછપરછ કરતાં ડ્રાઇવર શીટ પર બેઠેલા ઇસમે પોતાનું નામ ગૌરાંગકુમાર વસૈયા રહે. ઝાલોદ, જ્યારે પાછળ બેઠેલા પિયુષકુમાર જાદવ રહે. અમદાવાદ, સીતષ દંતાણી અમદાવાદ, રાજેશ દંતાણી રહે. અમદાવાદનું જણાવ્યું હતું. જ્યારે થેલામાં તપાસ કરતાં 333 બોટલો જેની કિંમત 32,740ની મળી આવી હતી. દારૂના જથ્થા વિશે પુછપરછ કરતાં મધ્યપ્રદેશથી ભરી બલૈયા ક્રોસીંગ ઉતારવા જતા હોવાનું જણાવ્યું હતું. પ્રોહી મુદ્દામાલ તથા 1,00,000ની કિંમતની ફીગો ગાડી અને 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઇલ મળી કુલ 1,42,740 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ઉપરોક્ત ઝાલોદના એક ઇસમ તથા અમદાવાદના ત્રણ ઇસમો વિરૂદ્ધ પ્રોહી મુજબ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો