તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડાની દફનવિધિ બાદ મેડિકલ વેસ્ટ સ્થળ પર ખુલ્લામાં વેરવિખેર પડ્યો રહ્યોે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સંતરાપુર નજીક આવેલા દાહોદ જિલ્લાના ફતેપુરા અને સંજેલી તાલુકામાં તપાસ કરીને પશુ પાલન વિભાગ દ્વારા 137 ગધેડા અને 4 અશ્વના સેમ્પલ લેવામાં આવ્યા છે.

સંતરામપુરમાં પાંચ અશ્વમાં ગ્લેન્ડર રોગ જોવા મળતાં ઝેરના ઇન્જેક્શન આપીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. ત્યારે દાહોદ જિલ્લાનો ફતેપુરા અને સંજેલી તાલુકો સંતરામપુરની નજીક આવેલા હોવાથી સાવચેતીના ભાગરૂપે આ બે તાલુકામાં પણ ગધેડાના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. પશુપાલન વિભાગના કર્મચારીઓ બંને તાલુકામાં આવેલા ઇંટોના ભઠ્ઠા ઉપર જઇને ગધેડાના નમૂના મેળવી રહ્યાં છે. ફતેપુરા તાલુકામાં 121 ગધેડા અને 3 ઘોડા જ્યારે સંજેલી તાલુકામાં 1 અશ્વ અને 19 ગધેડા મ‌ળીને કુલ 141 સેમ્પલ લેવાયા હતાં. આ કામગીરી પૂર્ણ કરવામાં પશુપાલન વિભાગને ત્રણ દિવસ લાગશે તેવું જાણવા મળ્યું છે. ગર્દભોના સેમ્પલ અમદાવાદ ખાતે પરીક્ષણ માટે મોકલાશે. સંતરામપુરની નજીક આવેલા બે તાલુકામાં જ આ કામગીરી કરાશે તેમ જાણવા મળ્યું છે.

ગ્રામજનોના જે પ્રશ્નો હશે તેને હલ કરવામાં આવશે

જૂના તળાવ અને કુરેટા નજીક ઘોડાની દફનવિધિની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનોની પશુના ડોક્ટર સાથે વાતચીત કરાવીશું અને જે પ્રશ્નો હશે તેને હલ કરવામાં આવશે. આ ઘોડાની જે કામગીરી કરવામાં આવી તેમાં એ પ્રકારનું કેમિકલ નાખવામાં આવે છે જેનાથી ચાર દિવસમાં માટી બની જાય છે અને જગ્યા ઝીરો થઈ જાય છે. કોઈપણ પ્રકારનો ભય કે રોગ ફેલાઈ એવો પ્રશ્ન ઉભો રહેશે નહીં. ચિંતા જેવી કોઇ વસ્તુ છે જ નહીં. >કે જે વાઘેલા, મામલતદાર, સંતરામપુર

90 દિવસ માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે

કુરેટા નજીક ઘોડાની દફનવિધિ કાયદા નિયમ મુજબ કરવામાં આવેલ છે જાહેર હિતમાં કોઈપણ વ્યક્તિને કોઈ મુશ્કેલી ના પડે એ રીતની કામગીરી કરી છે. વિસ્તારના 176 પશુના સેમ્પલ લેવામાં આવ્યાં છે અને 90 દિવસ માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારની દરેક જગ્યાએ અમારી ટીમ સાવચેતી માટે કાર્યરત રહેશે. આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. લગ્ન પ્રસંગમાં ઘોડાનો ઓર્ડર પણ લઇ શકે નહીં અને તેનો ઉપયોગ પણ કરી શકાય નહીં.>એમ.જી ચાવડા, પશુપાલક નિયામક મહીસાગર

સ્થળ પર કેમિકલ નાંખી યોગ્ય કામગીરી હાથ ધરી છે, ચિંતાની વાત નથી : મામલતદાર

ભાસ્કર ન્યૂઝ | સંતરામપુર

સંતરામપુર નગરમાં પાંચ ઘોડાઓમાં ગ્લેન્ડરના લક્ષણો દેખાતા રિપોર્ટ પોઝિટિવ આવતા પાંચ ઘોડાને નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાના નટવા ગામે પાંચ ઘોડાને લઈને વહીવટીતંત્ર દફનવિધિ કરવા ગયા હતા પરંતુ ગામના લોકોએ વિરોધ સાથે અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કરીને દફનવિધિ કરવાની ના પાડવામાં આવી હતી. પરંતુ રાતોરાત તમામ વહીવટી તંત્ર સંતરામપુરના નગરપાલિકાની હદમાં વોર્ડ નંબર એકમાં જૂના તળાવ પાસે અને કુરેટા નજીક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વહીવટી તંત્ર કુરેટા નજીક રોડની સાઈડમાં પાંચ ઘોડાને દફનવિધિ કરવામાં આવી હતી. પણ આ કામગીરીમાં બરાબર ના કરાતા ગામના લોકોએ ઘોડાની દફનવિધિનો વિરોધ કર્યો હતો અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. અને જણાવ્યુ હતું કે અહીં અમે રહેતા હોય છે અને તેથી આવી ગંભીર બીમારીવાળા ઘોડાને દફનાવવા નહીં જે અમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ જગ્યા પર અમને પૂછ્યા વગર દફનાવેલા છે. વધુમાં દફનવિધિ જગ્યાએ વહીવટી તંત્ર કામગીરી પૂર્ણ કરી નથી. મેડીકલ વેસ્ટ બાળવાની જગ્યાએ વિસ્તારમાં હેન્ડ ગ્લોઝ તથા કપડાના ટુકડા વેર વિખેર પડી રહ્યા છે. વધુમાં અમારા પશુઓ આ જગ્યાએ ફરતા હોય છે અને અમારા પશુઓ માટે પણ જોખમ છે. તેથી આ જગ્યા ઉપર ચારે બાજુ ફેન્સી વાયરીંગ અને પ્લાસ્ટર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઊભી થયેલી છે. જો વહીવટીતંત્ર અમારી વાત નહીં માને તો અમે બધા મામલતદાર કચેરી નગરપાલિકામાં આવીશું એવી ગ્રામજનોએ ચીમકી આપેલી છે. એમ જી ચાવડાએ જણાવ્યું હતું કે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડ્યો હોવાની જાણ થતા તેને તાત્કાલિક ભેગો કરીને નાશ કરવા માટે સૂચના અપાઇ છે.

સંતમરાપુરની નજીક હોવાથી બંને તાલુકામાં પશુપાલન વિભાગના ધામા

સંતરામપુરમાં 5 ઘોડાને ગ્લેન્ડરનો રિપોર્ટ પોઝિટિવ આવતા મારી નાંખવામાં આવ્યા

ઘોડાની દફનવિધિ કરી તે જગ્યા પર પ્લાસ્ટર-ફેન્સિંગ કરો નહીં તો મામલતદાર કચેરી પહોંચીશું : સ્થાનિક રહીશો

ઇટના ભઠ્ઠાઓ પર કાર્યવાહી : સેમ્પલ અમદાવાદ મોકલાશે

ફતેપુરા-સંજેલી તાલુકામાં 137 ગધેડાં, 4 અશ્વના સેમ્પલ લેવાયા

સેમ્પલની કામગીરી શરૂ કરાઇ

ફતેપરા અને સંજેલી સંતરામપુરની નજીક હોવાથી બંને તાલુકામાં ગર્દભોના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. બંને તાલુકામાં 141 ગધેડા અને અશ્વના સેમ્પલ લેવાયા છે. આ સેમ્પલ પરિક્ષણ માટે અમદાવાદ મોકલાશે. >કે.એલ ગોસાઇ, નાયબ નિયામક, પશુપાલન

_photocaption_સંતરામપુરમાં ઘોડા મારી દેવામાં આવ્યાં અને તેને જ્યાં દફનાવાયા ત્યાં ગ્લોઝ-માસ્ક સહિતનો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડી રહેલો નજરે પડે છે.}ઇલ્યાસ શેખ*photocaption*

_photocaption_ગર્દભોના નમૂના લઇ રહેલી પશુપાલન ખાતાની ટીમ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો