7 માસથી પેરોલ જમ્પ કરી ફરાર ધાડપાડુ 3 કિલો ચાંદી સાથે ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લાના ઉંડાર ગામની ગબી ગેંગનો મુખ્ય સૂત્રધાર અને ચોરી-લુટના 48 ગુનામાં પકડાયેલા રીઢા ધાડપાડુ ગબી ઉર્ફે ગોપાલ વહોનિયાને હત્યાના ગુનામાં 14 વર્ષની સજા થઇ હતી. સાત માસ પહેલા પેરોલ ઉપર છુટીને આવ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. ગબીએ ત્યાર બાદ પણ પોતાની ગેંગ બનાવીને ગાંધીનગરમાં ચોરી અને છેતરપીંડીના પાંચ ગુના આચર્યા હતાં. પોલીસ માટે માથાનો દુખાવો બનેલા ગબીને પકડવા માટે ગોધરા રેન્જના પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધરની સુચનાથી એસ.પી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં એલસીબી પીઆઇ એસ.પી કરેણ, એસઓજી પી.આઇ બી.આર સંગાડા, પીએસઆઇ પી.બી જાદવ, આર.જી ખાંટ, બી.જી રાવલ. આર.કે કોડીયા સહિતનો સ્ટાફ કામગીરીમાં જોતરાયો હતો. ગબી ચીલાકોટા થઇ ઉંડાર આવવાનો હોવાની બાતમી મળતાં તેને ઉંડાર ગામમાં લાલ રંગની અપાચે બાઇક

...અનુ. પાન. નં. 2

ઉંડાર ગેંગનો ખુંખાર આરોપી ગબીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

કયા ગુનામાં સજા થઇ હતી
વર્ષ2010માં ગબીએ લીમખેડા તાલુકાના જાદાખેરીયા અને કથોલિયા ગામ વચ્ચે એક હત્યા કરી હતી. તેમાં દાહોદ કોર્ટે તેને 14 વર્ષની સજા ફટકારતાં તે વડોદરાની મધ્યસ્થ જેલમાં હતો. 2013માં છોકરા અજયની બાબરીના પ્રસંગમાં હાજર રહેવા હાઇકોર્ટથી પેરોલ રજા લઇને આવ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો.

ગબીનો ગુનાઇત ઇતિહાસ
વર્ષ 2015માં ગબીએ અમદાવાદના બોપલ, અસલાલી, સાણંદ, વટવા, સોલા, નારણપુરા, ગાંધીનગર, પેથાપુર, ગોધરા, રાજગઢ, ધાનપુર,લીમખેડા, દેવગઢબારિયા પો. મથકની હદમાં ચોરી, લુટ, ધાડના 48 ગુના આચર્યા હોઇ પોલીસ પકડ્યો હતો. અમદાવાદની સાબરમતી જેલમાં પણ તે 4 વર્ષની સજા કાપી ચુક્યો છે.

હત્યાના ગુનામાં 14 વર્ષની સજા થઇ હતી