તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંમેલનમાં વાવાઝોડાથી શામિયાણો ઉડતાં અફરા-તફરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ શહેર નજીક મુવાલિયા ફાર્મમાં કૃષિ મેળો અને ખેડૂત સંમેલનનો કાર્યક્રમનું રવીવારે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કૃષિ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ કાર્યક્રમનુ ઉદ્દ્ઘાટનનું જીવંત પ્રસારણ ખેડુતોને બતાવાવનું હતું. વડાપ્રધાનની ક્લીપ ખેડૂતોને બતાવવામાં આવી રહી હતી. તે વખતે જ 11.30 વાગ્યાના અરસામાં એકાએક આવેલા વાવાઝોડાને કારણે ટેન્ટના બાંબુ ઉખડી ઉપસ્થિત ખેડૂતોમાં અફરા-તફરી મચી ગઇ હતી. ખેડુતોએ ઉભા-ઉભા કાર્યક્રમ નિહાળી રહ્યા હતાં. દરમિયાન યુદ્ધના ધોરણે શામિયાણો સરખો કરવાની કામગીરી કરાતાં 15થી 20 મીનીટમાં બધુ સમુસુતરૂ થઇ ગયું હતું.આ પ્રસંગે જિલ્લાના સફળ ખેડૂતોને મંત્રીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલીયા ફાર્મ, દાહોદના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ...અનુસંધાન પાના નં.2

દાહોદમાં મુવાલિયા ફાર્મ ખાતે ખેડૂત સંમેલનમાં વાવાઝોડાથી શામિયાણો ઉડતાં અફરા-તફરી મચી ગઇ હતી.

વિવિધ પ્રકારના પ્રદર્શન સ્ટોલ ઉભા કરાયા
આ કૃષિ સંમેલનમાં દાહોદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, હલકાધાન સંશોધન કેન્દ્ર, કૃષિ ઇજનેરી પોલિટેકનિક, જિલ્લા ખેતી વાડી ખાતું, બાગાયત ખાતુ, પશુપાલન ખાતુ, આત્મા પ્રોજેક્ટ, આદિવાસી મહિલા અને તાલીમ કેન્દ્ર, મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, આણંદ કૃ.યુ. ગોધરા, દાહોદ લીડ બેંક, દાહોદ, ગ્રામિણ વિકાસ ટ્રસ્ટ, સદ્ગુરૂ ફાઉન્ડેશન, ચોસાલા વગેરે દ્વારા સ્ટોળ ઉભા કરાયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો