કાલોલ ખાતે ચાર પરગણા વણકર સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલ ખાતે ચાર પરગણા વણકર સમાજ છઠ્ઠો સમૂહ લગ્ન કાલોલ ખાતે સમાજની માનવમેદની વચ્ચે યોજાયો હતો. યોજાયેલ સમૂહ લગ્નમા સમાજના યુવા કન્વીનરો તેમજ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા જેમા વણકર સમાજના 7 યુગલોના લગ્ન સંપન્નન થયા.જેમા સમાજના 5000થી વધારે જનમેદની ઉપસ્થિત રહીને યુગલોને આર્શીવાદ આપ્યા હતા.

દાહોદ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે જીવન પરિવર્તન રથનું આગમન થયું
દાહોદ.બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયની દાહોદ શાખા ખાતે શનિવારે સવારે વ્યસન મુક્તિ સહિતના અનેક મિશન સાથે નીકળેલા જીવન પરિવર્તન રથનું આગમન થયું હતું. દાહોદ સ્થિત બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે આ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથનો સ્વાગત સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન કપિલાદીદીએ કર્યું હતું.

હાલોલ એમજીએમ સ્કૂલમાં પ્રથમ ક્રમાંક જાળવ્યો
હાલોલની એમ.જી.એમ હાઇસ્કુલના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો સ્મીત શાહે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 86.46 ટકા સાથે હાલોલ વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવતા શાળા પરિવારનું નામ રોશન કર્યુ છે.

નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે આજે ભંડારો
દાહોદ. દાહોદના ગોધરા રોડ સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં 12 મેના રોજ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તથા સાંઈબાબા મંદિરનો વાર્ષિક પાટોત્સવ હોવાથી સાંજે ભંડારાનું આયોજન થયું છે.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી અથવા નિચેના સરનામા પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbdahod@gmail.com દાહોદ બ્યુરો અોિફસ ઃ શિતલા માતા મંદિર રોડ, સ્ટેશન રોડ, દાહોદ
dbgodhra@gmail.com

ગોધરા બ્યુરો અોિફસ ઃ કુમકુમ કોમ્પલેક્સ, IIFLની ઉપર, ઉન્નતિ સ્કુલ પાસે, કલાલ દરવાજા, ગોધરા
અન્ય સમાચારો પણ છે...