તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતામાં 15 લાખ આવશે તેવી અફવાથી દાહોદમાં ખાતા ખોલાવવા ભીડ ઉમટી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસ પરિસરમાં ચાલતી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ખાતે છેલ્લા એક સપ્તાહથી ગ્રામજનોની જબરજસ્ત ગિરદી ઉમટી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 લાખ રૂપિયા આ ખાતામાં જ જમા થશે તેવી કોઇએ અફવા ફેલાવતાં દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ અફવાને કારણે છેલ્લા એક સપ્તાહમાં બે હજાર ખાતા ખુલી ગયા હોવાની માહિતી મળી છે.

વડાપ્રધાન દ્વારા દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવામાં આવશે તે બાબત થોડા સમય પહેલાં

...અનુ. પાન. નં. 2

વડાપ્રધાન દ્વારા ખાતામાં 15 લાખ રૂપિયા નાખવામાં આવશે તેવી અફવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજા દાહોદ શહેરની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતુ ખોલાવવા લાઇનો લગાવી રહ્યા છે.

કોઇ અફવાથી ખાતુ ખોલાવવા આવે છે
કોઈ અફવાથી લોકો ખાતા ખોલાવવા આવી રહ્યા છે. હાલમાં દરરોજ સરેરાશ 250 થી 300 નવા ખાતા ખુલી રહ્યા છે. વાત કોઇ પણ હોય ખાતા ખુલી રહ્યા છે તે સારી બાબત છે. સૌગત હલદર, દાહોદ બ્રાન્ચ મેનેજર

ખાતુ ખોલાવવાથી શું લાભ થાય છે
ભવિષ્યમાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) હેઠળ સરકારી તમામ સહાયો અને લાભો IPPB ખાતામાં જ આવવાની સંભાવનાઓ છે. વળી, OTP થકી માત્ર 2 મિનિટમાં જ મળતું QR કાર્ડ, દરેક લાઈટબીલ, ગેસ સહિતની તમામ યુટિલિટી કાજે આ સગવડરૂપ છે. ‘’પેટીએમ’’ની જેમ વાપરી શકાતું આ ખાતું ખોલાવવા માટે માત્ર આધારકાર્ડ જ આવશ્યક છે અને અહીં આધારકાર્ડ લેસ ખાતું પણ ખુલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો