તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલ તાલુકાના ખંડોળી ખાતે સમૂહ લગ્નોતસવનું આયોજન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલોલ : છત્રીસ મૈયળ સમાજ નો 12 મો સમુહ લગ્નોત્સવ નું સુંદર આયોજન ખંડોળી મુકામે કર્યુ. છત્રીસ મૈયળ ના તમામ હોદ્દેદારો અને કાર્યકર મીત્રો સમગ્ર સમુહ લગ્નોત્સવ મા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો જેમા લિમ્બચ યુવા સંગઠન પંચમહાલ જીલ્લાના સર્વે કાર્યકર ભાઇઓ સમાજ માટે નિસ્વાર્થ ભાવે સેવા આપીને પ્રસંગ ને પુર્ણ કાર્યો એ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા

શહેરામાં શિવ જયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ
શહેરા : આગામી આવનાર શિવરાત્રી નિમિત્તે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા તા.1 માર્ચે શહેરા શીવમ સોસાયટીમાં ગંગા ભવન ખાતે શિવજયંતિ મહોત્સવ સમારંભ યોજનાર છે. જે રાજ યોગી બ્રહ્માકુમારીના અધ્યક્ષતામાં યોજનાર છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેરાના પીઆઈ એન. એમ.જાપતિ., માજી પાલિકા પ્રમુખ મુકેશ દેસાઈ સહિતના મહેમાનો આવનાર છે તેમજ શહેર અને તાલુકાના નગરજનો ખુબ મોટી સંખ્યામાં આવનાર છે .

સંજેલીમાં પુષ્પસાગર તળાવના કિનારે શહિદોના નામ સાથે વૃક્ષારોપણ
સંજેલી . થોડા દિવસ અગાઉ પુલવામા અચાનક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમાં સીઆરપીએફના જવાનોને શહીદ થયા હતા . આમ સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મહાકાલ ગ્રુપ દ્વારા પુષ્પસાગર તળાવ કિનારે પુલવાના શહીદ વીર જવાનોના નામે ચાલીસ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા . કાર્યક્રમની શરૂઆતમાં અંદર દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ. વીર શહીદોના નામે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ મૌન પાળ્યુ આવ્યું .

સ્વામિનારાયણ મહોત્સવ રંગેચંગે પૂર્ણાહુતિ
ગોધરા : સ્વામિનારાયણ મુખ્ય મંદિર જાફરાબાદ ખાતે નુતન નિર્માણાધીન બની રહ્યુ છે ત્યારે શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ નિત્યસ્વરૂપદાસજી ના મુખે કરાયું હતું .સાત દિવસ મહોત્સવ દરમિયાન 30 હજારથી વધારે ભક્તોએ મહાપ્રસાદ અને મહોત્સવ નો લાભ લીધો હતો. નવું બનનાર શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિર પંચમહાલ ,દાહોદ અને મહીસાગર જિલ્લા નુ મુખ્ય કેન્દ્ર રહેશે અને આ મંદિર એ કોઈ જ્ઞાતિના વાડાબંધીમાં નહીં પણ સમગ્ર હિન્દુ સમાજની કેન્દ્ર રહેશે.મહોત્સવનો રંગેચંગે પુર્ણાહુતી કરી હતી.

સ્વામિનારાયણ મંદિર શહેરામાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું
શહેરા : સ્વામિનારાયણ મંદિર શહેરા દ્વારા 20માં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનું આયોજન શહેરા સ્વામિનારાયણ મંદિર ચોકમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં યજમાન તરીકે રાધેશ્યામ પટેલ પરિવાર બેસવાનુ છે. જેમાં બુધવારના રોજ અભિષેક તેમજ અન્નકુટના દર્શન મુકવામાં આવ્યા હતા.

પાકિસ્તાન ઉપર ભારતીય હવાઈ દળે કરેલા હુમલાની કાલોલ ખાતે ઉજવણી
કાલોલ: કાલોલ ખાતે નગરપાલિકાના પટાંગણમાં મંગળવારે દીવડા પ્રગટાવીને ભારતીય હવાઈ દળ ની કામગીરી બદલ એક બીજા ને અભિનંદન પાઠવ્યા હતા અને ઉત્સાહ પૂર્વક દીવાળી જેવો માહોલ સર્જાયો હતો કાલોલ નગર પાલિકા ના કાઉન્સિલરો અને નાગરિકોએ ભાગ લીધો હતો.

જોરાપુરાની સરસ્વતી હાઇસ્કૂલનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો
બાલાશિનોર. સરસ્વતી હાઇસ્કૂલ જોરાપુરાનો સુર્વણ જયંતિ મહોત્સવ શાળાના પટાંગણમાં શિક્ષણવિદ્દો, પૂર્વ આચાર્યો, પૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષે જણાવ્યુ કે જોરાપુરામાં શિક્ષણ ક્ષેત્રે સરસ કામગીરી કરી આજુઆજુના ગ્રામજનોને સુશિક્ષિત સરસ્વતી કેળવણી મંડળે સ્થાપેલી હાઇસ્કૂલે કરી છે.

દાહોદ શહેરની સેન્ટ સ્ટીફન સ્કુલ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ઘોષિત કરવામાં આવી
દાહોદ શહેરની સેન્ટ સ્ટીફન સ્કુલ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ઘોષિત થઇ છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા પ્રેરીત થાય તે માટે દાહોદ શહેરની સેન્ટ સ્ટીફન સ્કુલને રાજ્ય સરકાર દ્વારા એક લાખ રૂપિયા ઇનામ પેટે આપ્યા હતાં.

ગોધરાકાંડની 17 વરસી નિમિત્તે વીએચપીએ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી
ગરબાડા અને દાહોદના શિક્ષકો દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
ગરબાડા. ગરબાડા-દાહોદના શિક્ષકોના સાથ સહકારથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં 25 યુનીટ બ્લડ એકત્રિત કર્યું હતું. જેમાં હસમુખ પટેલ, ચિરાગ પટેલ, સ્મિત પ્રજાપતિ, પુંસરી પ્રા.શાળાના સુનિલભાઇ, સીઆરસી કોઓ નયનભાઇ જીતુભાઇ તથા ગરબાડા બીઆરસી કોઓ ડેનિશકુમાર દ્વારા રક્તદાન કરીને એક પહેલ કરી છે.

શિક્ષકોની આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ
ગોધરા. ગુજરાત રાજ્યની શાળાઓ અને તેમાં અભ્યાસ કરતી ભારતની ભાવિ પેઢી જોખમોથી અવગત થાય, સુરક્ષિત રહે અને જોખમોને આવતા નિવારી શકે તે માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ગોધરા અને તેની આસપાસની શાળાના શિક્ષકો માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજવામાં આવી હતી. સરદાર નગરખંડ ખાતે યોજાયેલી આ એક દિવસીય તાલીમમાં શિક્ષકોને આપત્તિ પૂર્વે, દરમિયાન અને પછીના એમ ત્રણ તબક્કાઓમાં રાખવાની તકેદારી અને આયોજન બાબતે તજજ્ઞો દ્વારા તાલીમ સહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી દરેક શાળા પોતાની આપત્તિ વ્યવસ્થાપનની યોજનાઓ તૈયાર કરે, શાળા સલામતીના સ્ત્રોત અને સાધન-સામગ્રી વસાવે, વિદ્યાર્થીઓમાં જાગ્રતિ કેળવે અને આપત્તિના સમયે કોણે શું કરવું, શું ન કરવું જેવી તમામ બાબતોની આ તાલીમમાં માહિતી આપી હતી.

ગોધરા. ગોધરા રેલકાંડની 17મી વરસી નિમિત્તે ચાચર ચોક ખાતે V.H.P.ના આગેવાનો સહિત કાર્યકરો એકત્ર થઇ સ્કુટર રેલી કાઢી હતી. જે રેલ્વેના S/6 કોચ ખાતે પહોચી 59 હુતાત્મા કારસેવકોને બે મીનીટના મૌન સાથે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તથા રાત્રે પ.પૂ.અશ્વિનભાઇ પાઠક દ્વારા સુંદર કાંડના પાઠ યોજાયો હતો. ગોધરા ખાતે વર્ષ 2002માં 27 ફેબ્રુઆરીના રોજ સાબરમતી એક્સપ્રેસમાં આયોધ્યાથી કારસેવા કરી પરત ફરી રહેલા કારસેવકો પર એક નિંદનીય ધટના બની હતી જેમા 59 કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેની આજે 17મી વરસી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોક ખાતે V.H.P.ના આગેવાનો શંભુપ્રસાદ શુક્લ, ઇમેશ પરીખ, નિલેશભાઇ ભાટીયા, પિયુષભાઇ ગાંધી,સહિત મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઇ સ્કુટર રેલી કાઢી હતી. જે રેલ્વેના S/6 કોચ ખાતે પહોચી 59 હુતાત્મા કારસેવકોને બે મીનીટના મૌન સાથે પુષ્પાંજલી અર્પી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તથા રાત્રે અંકલેશ્વર મહાદેવ રોડ પર આ વર્ષે પણ પ.પૂ.અશ્વિનભાઇ પાઠક દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.જયારે આવર્ષે સરકારે ટ્રેનકાંડમા઼ મૃત્ય પામેલા કારસેવકોને 5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો