તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂંસરી ગામમાં ફાઇનાન્સ કંપનીના પૂર્વ કર્મીએ ટોળકી બનાવી 1.22 લાખ લૂંટ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ શહેર નજીક પુસરી ગામે ફાયનાન્સ કર્મચારી ઉપર હુમલો કરીને 1.22લાખ રૂપિયાની લુટ કરાઇ હતી. આ ઘટનામાં એલસીબીની તલસ્પર્શી તપાસમાં ફાયનાન્સ કંપનીનો પૂર્વ કર્મચારી જ લુટારુ હોવાનું સામે આવ્યુ હતું. પાંચ સાથીદારો સાથે મળીને
લુટેલા રૂપિયા પૈકીના 75700 રૂપિયા પણ રિકવર કરવામાં
આવ્યા છે.

દાહોદ જિલ્લામાં ફાયનાન્સ કર્મચારીઓને લુટવાની ઘટનાઓમાં વધારો થતાં પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડાની સીધી સુચના અને માર્ગદર્શનમાં એસ.પી હિતેશ જોયસરે એક્શન પ્લાન બનાવી એલસીબી પીઆઇ બી.ડી શાહને સુચનાઓ આપી હતી. આ દિશામાં બી.ડી શાહ તેમજ એલસીબી પીએસઆઇ પી.એમ મકવાણા સહિતના સ્ટાફ તલસ્પર્શી તપાસમાં જોતરાયો હતો. ત્યારે ઇનપુટના આધારે દાહોદ શહેરની ગરબાડા ચોકડી પાસેથી ચાર યુવકોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. તેમાંથી બોરખેડા ગામના રાબડીયા ફળિયામાં રહેતો પપ્પુ પાંગળા માવી અગાઉ ભારતફાઇનાન્સ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. જેથી કેટલા લોનના હપ્તાની ચુકવણી કયા વારે અને કયા સમયે થાય છે તેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતો. પોતાની સાથે મોટી ખરજના સુનીલ ઉર્ફે ગારી મેગુ નિનામા, મયુરકુમાર રમેશ પલાસ અને રાહડુંગરી ગામનો

...અનુ. પાન. નં. 2

દોઢ માસમાં 5 ફાઇ. કર્મી લૂંટાયા

છેલ્લા એક માસમાં ફાયનાન્સ કર્મચારીઓને લુટવાની પાંચ ઘટનાઓ બની ચુકી છે. તેમાં કરંબા, ગરાડુ, હિમાલા અને પુંસરી બાદ છેલ્લે 10 માર્ચે મુનખોલસામાં પણ એક ફાયનાન્સ કર્મચારી પાસેથી રૂપિયાની લુટ થઇ હતી. હાલમાં પુંસરીમાં લુટ કરનારા જ ઝડપાયા છે ત્યારે અન્ય ચાર લુટમાં શામેલ લુટારુઓની પણ શોધખોળ શરૂ કરી કરાઇ છે.

પોતે કામ કરતો હતો તે કંપનીના જ કર્મીને લૂંટવાનો ખેલ પાડ્યો

_photocaption_પુંસરીમાં ફાયનાન્સ કંપનીના કર્મીને લુટનારી લુટારુ ટોળકી અને જપ્ત કરેલો મુદ્દામાલ*photocaption*

{ ટોળકીમાં પાંચ યુવકોને સામેલ કરી રેકી કરીને ટિપ આપી ખેલ પાડ્યો

{એલસીબીએ ચાર યુવકોની ધરપકડ કરી રૂપિયા 95700 કબજે લીધા

{ ભારત ફાઇ. ઇન્કલુઝનમાં નોકરી છોડ્યા બાદ લૂંટનો પ્લાન બનાવ્યો

લૂંટના રૂપિયાથી નવો મોબાઇલ ખરીદ્યો

1.22 લાખ રૂપિયાની લુટ કર્યા બાદ છ સભ્યોની ટોળકીએ પોતપોતાના રોલ પ્રમાણે રૂપિયાનો ભાગ પાડ્યો હતો. તેમાં પપ્પુના ભાગે આવેલા રૂપિયાનો તેણે નવો માબાઇલ ખરીદ્યો હતો. પોલીસે 95700 કબજે લીધા છે જ્યારે બાકીના રૂપિયા અન્ય બે ફરાર લુટારુ પાસે હોવાની ચારેએ કબૂલાત કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો