ધાનપુરમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓનું સંમેલન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનપુર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ક ઓર્ડર અને માહિતી માટે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ગુજરાત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં લાભાર્થીઓનું સંમેલન યોજાયું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને અગ્રતા આપી અત્યાર સુધી 88 હજાર નવસો એકવીસ આવાસો મંજૂર કરાય છે અને તેમાંથી 45742 આવાસ પૂર્ણ કરી અને અત્યાર 2016થી લઈને અત્યાર સુધીમાં 1064 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાભાર્થીઓને સીધેસીધી ચુકવી દેવામાં આવી છે. ધાનપુર તાલુકામાં 5000 જેટલા નવી લાભાર્થીઓને 54 કરોડ રૂપિયા આપીને લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે અને જે અંગેના વર્ક ઓર્ડર આપવામાં આવશે તેવુ મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું. જિલ્લામાં 88 હજાર આવાસોે મંજૂર કરી, અને વીજ કનેક્શન મફત આપશે અને ધાનપુરમાં બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવાની જાહેરાત સાંસદ જશવંતસિંહ ભાભોરે કરી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ રાધાબેન મોહનીયા, તાલુકા વિકાસ અધિકારી સરપંચો લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

જશવંતસિંહ ભાભોર તથા બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યાં

અન્ય સમાચારો પણ છે...