તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ તા.માં છેતરપિંડીમાં નવ વર્ષથી વોન્ટેડ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ રેન્જ ગોધરાના પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધરના માર્ગદર્શનમાં આર.આર સેલ પંચમહાલ રેન્જના પીએસઆઇ આઇ.એ સીસોદીયા તેમજ ટીમ દ્વારા વોન્ટેડ આરોપી પકડવા માટે કોમ્બિંગ કર્યું હતું. ત્યારે દાહોદ તાલુકા પોલીસ મથકની હદમાં છેતરપીંડીના ગુનામાં નાની ધનોલ ગામના મૂળ વતની અને ગોધરાના ઇન્દૌર રોડ ઉપર રહેતાં નવ વર્ષથી વોન્ટેડ નીલેશ ઘનશ્યામદાસ પટેલની બાતમી મળી હતી. ત્યારે વડોદરાના તરસાલીમાં તપાસ દરમિયાન નીલેશ મળી આવતાં તેની ધરપકડ કરીને દાહોદ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...