તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિલ્લામાં હડતાળે ગયેલા 8 ગ્રામ રોજગાર સેવકને છુટ્ટા કરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિવિધ માગણીઓને કારણે મનરેગાના કર્મચારીઓ22મી તારીખથી હડતાળે બેઠેલા છે. ત્યારે નબળી કામગીરીનો હવાલો આપીને જિલ્લાના આઠ રોજગાર સેવકને ફરજમાંથી છુટ્ટા કરવાનો બુધવારે હુકમ કરવામાં આવતાં રોષની લાગણી ફેલાયેલી છે. આ મામલે કર્મચારીઓ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે વિરોધ પ્રદર્શન કરવાનું પણ નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

હુકમમાં જણાવાયુ હતું કે, મનરેગા યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ આસી. પ્રોગ્રામ ઓફીસર, આસી. વર્કસ મેનેજર, એકાઉન્ટ આસી. એમઆઇએસ કો.ઓ, ટેકનીકલ આસી, અને ગ્રામ રોજગાર સેવક તારીખ 22 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર છે. જેથી મનરેગા પીએમએવાય જેવી મહત્વની યોજનાઓની કામગીરી ખોરંભે પડી છે. જેથી નબળી કામગીરી કરનાર કર્મચારીઓ કે જેઓ કરાર આધારિત ફરજ બજાવે છે તેઓ દ્વારા વારંવાર જિલ્લાની પરીસ્થિતિત ડહોળવા જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેથી યોજનાકીય કામગીરીની પ્રતિમાં અવરોધ ઉભો થાય છે અને સમગ્ર ગ્રામ વિકાસ યોજનાઓની કામગીરીર વિપરીત અસર થતી હોઇ જેઓની આધાર સિડિંગ, જીઓ ટેગીંગ, કમ્પલીશન સર્ટિફિકેટ, NRN-NoN નોન, NRM રેશિયો, લેબર મટીરીયલ રેશિયોલ જેવી નબળી કામગીરી જણાયેલ છે. જેથી દાહોદના ગ્રામ રોજગાર સેવક મોહનભાઇ હિહોર, ગરબાડાના અનિલકુમાર ગણાવા, ધાનપુરના રમેશભાઇ ભાભોર, ફતેપુરાના પ્રવીણભાઇ બામણિયા, સિંગવડના અનિતાબેન ભાભોર, લીમખેડાના દિનુભાઇ બારિયા, ઝાલોદના રાજુભાઇ હઠીલા અને બારિયાના અશ્વિનકુમાર ભરવાડને જિલ્લામાંથી છુટ્ટા કરવામાં આવ્યા હતાં. આ બાબતથી હડતાળ ઉપર બેઠેલા મનરેગાના કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો