તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમકામાં ઝાડ કાપવા બાબતે 2 મહિલા સહિત 4 સાથે મારામારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડુમકા ગામે ઝાડ કાપવાં બાબતે પુછતાં ત્રણ ઇસમો બે મહિલા સહિત ચાર સાથે મારામારી કરી જાનથી મારવાની ધમકી આપ્યાનો બનાવ ધાનપુર પોલીસ મથકે નોંધાયો હતો.

ડુમકામાં રહેતા રતનસીંગભાઇ રાઠોડના ખેતરમાં સાગના ઝાડને તેમનાે ભત્રીજો કાપતો હતો જેથી તેને ઝાડ કાપવાની ના પાડવા છતાં તે નહી માનતા રતનસીંગ તેમના ઘરે જતા રહ્યા હતા અને આની વાત પત્નીને કરી હતી. પછી સાંજે રતનસીંગનો છોકરો આ બાબતે પુછવા જતાં તુ કોણ મને પુછવાવાળો કહી સુભાષ ગાળો બોલવા લાગતા શકીબેને તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઇ જઇ કુહાડીની મુદર શકીબેનને માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગેલ અને નીચે પડી ગયા હતા. જેથી છોકરો છગદીશ અને છોકરી સંગીતા માતાને છોડાવવા વચ્ચે પડતાં કુટુંબના વજેસીંગ તથા ગોરધન પણ ગાળો બોલવા લાગ્યા તે દરમિયાન વજેસીંગે લાકડી રતનસીંગને ડાબા હાથે તથા એક પથ્થર છોકરી સંગીતાને પગે મારી દીધો હતો. આ દરમિયાન બુમાબુમ કરતાં ઉપરોક્ત ત્રણેય જાનથી મારવાની ધમકી આપી ભાગી ગયા હતા. જગદીશભાઇ તથા પત્ની શકીબેન અને પુત્રી સંગીતાને ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ધાનપુર સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. આ સંદર્ભે રતનસીંગભાઇ રાઠોડે ઉપરોક્ત કુટુંબી ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફળિયાનાં જ કુટુંબી ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો