તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

39.29% મહિલાઓ મતદાનથી દૂર : કારણ ‘હિજરત’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણીમાં એવી આશા રાખવામાં આને છે કે મહિલા મતદારો વોટિંગના મામલે પુરુષોને પાછળ છોડી દે, ચૂંટણીમાં મહિલા વોટર્સની ભાગીદારી વધે પરંતુ દાહોદ જિલ્લામાં આજે પણ આ બાબત અઘરી સાબિત થઇ રહી છે. મહિલાઓ મતદાન નથી જ કરતી એવું નથી પરંતુ તેમની ટકાવારીમાં હજી વધારો થાય તે જરૂરી છે.

દાહોદ જિલ્લામાં 2014ની ચુંટણીમાં તમામ લોકસભાની ચુંટણી કરતાં સૌથી વધુ વિક્રમ જનક કહી શકાય તેટવું 61.92 ટકા મતદાન નોંધાયું હતું. તે વખતે સાતેય વિધાન સભા બેઠકમાં 699413 મહિલા મતદારો હતી. જોકે, તે વખતે2,74,768 મહિલાઓ મતદાનથી અળગી રહી હતી. દાહોદ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં મહિલા મતદાનથી અળગી રહેવા પાછળનું એક માત્ર કારણ પેટનો ખાડો પુરવા માટેની હિજરત છે. દાહોદ જિલ્લામાંથી પરિવાર સાથે મહિલાઓની હિજરતનો દોર હાલમાં પણ ચાલુ જ જોવા મળી રહ્યો છે. નિરક્ષરતા સાથે પરંપરાત રૂઢી ચુસ્તતા પણ તેની પાછળ જવાદાર ગણી શકાય છે. વહિવટી તંત્ર દ્વારા હિજરત કરી ગયેલા મતદારોને પાછા લાવવા માટે એસ.ટી બસો મુકાય છે, ઉમેદવારો પોતાની રીતે પણ પ્રયત્ન કરે છે પરંતુ મહિલાઓનો ઓછો જ રસ હોય છે. આ વખતે મહિલા મતદારોમાં 78629નો વધારો થયો છે ત્યારે તંત્ર દ્વારા મહિલાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો હજી મતદાનની ટકાવારી વધી શકે તેમ છે.

778042 મહિલા મતદાર 2019

78629 મહિલા મતદારોમાં વધારો

2014ની લોકસભાની ચૂંટણીનો ચિતાર

વિસ્તાર કુલ મતદાન મતદાન ટકાવારી

મહિલા કરનાર ન કર્યું
ફતેપુરા 95357 51937 43420 45.53 %

ઝાલોદ 103409 55700 47709 46.14 %

લીમખેડા 87826 61575 26251 29.89 %

દાહોદ 08035 65712 42323 39.18 %

ગરબાડા 109758 63791 56967 51.90 %

દે.બારિયા 102968 73210 29758 28.90 %

સંતરામપુર 92060 52722 39338 42.73 %

કુલ 699413 424645 274768 39.29 %

અન્ય સમાચારો પણ છે...