તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિલ્લાના 39 નવલોહિયા યુવાનો હવે જોશોઝનૂન સાથે દેશની સરહદોનું રક્ષણ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ૩૯ નવયુવાનો હિંમતનગર ખાતે યોજાયેલા લશ્કરી ભરતી મેળામાં અંતિમ પસંદગી પામી દેશસેવાના મહાન કાર્યમાં જોડાયા છે. દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આ માટે જિલ્લામાં વ્યાપક જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજાયા બાદ આ લશ્કરી ભરતી મેળામાં ભાગ લીધેલા ૨૨૩૦ યુવાનો પૈકી ૩૯ યુવાનોની અંતિમ પસંદગી થઇ છે.

યુવાનોને રોજગારી મળે તે માટે વ્યક્તિગત માર્ગદર્શન, ગ્રુપ ડિસ્કશન, સંરક્ષણ તાલીમ વર્ગ, સ્વરોજગાર શિબિર અને કારકિર્દી માર્ગદર્શન જેવી વિવિધ કામગીરી જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત ગત વર્ષે યોજાયેલા રાજયકક્ષાના લશ્કરી ભરતીમેળામાં દાહોદ જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે તે માટે બહોળો પ્રચાર થયેલો. સાથે આ માટે ૩૦ દિવસના નિવાસી તાલીમ કાર્યક્રમ પણ જેસાવાડા ખાતે યોજાયા હતા. જેનો ૬૦ યુવાનોએ લાભ લીધો હતો. લશ્કરી ભરતી મેળામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને જિલ્લાના ૨૨૩૦ યુવાનોએ સૈન્યની આકરી શારીરિક કસોટી આપતા તે પૈકી ૧૬૯ યુવાનો પાસ થયા હતા જેમાંથી મેડીકલ ટેસ્ટમાં ૪૯ ઉમેદવારો પાસ થયા હતા. બાદમાં યોજાયેલ લેખીત પરીક્ષામાં ૩૯ યુવાનો પાસ થઇને અંતિમ પસંદગી મેળવી હતી. હાલમાં આ યુવાનોની સૈન્યમાં ૬ મહિના માટેની ટ્રેનીંગ ચાલી રહી છે. આ ઉપરાંત સુરતમાં યોજાનાર એર ફોર્સમાં ભરતી માટે રોજગાર કચેરીએ જિલ્લાની વિવિધ સાયન્સ કોલેજોમાં સેમીનાર યોજાતા તેમાં 28 યુવાનોએ ભાગ લીધો છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓક્ટોબર19 થી ડિસેમ્બર 19 દરમિયાન ૪ ભરતી મેળા યોજ્યા હતા. જેમાં 49 નોકરી દાતાઓ દ્વારા ૯૮૬ ઉમેદવારોની અંતિમ પસંદગી કરી હતી. આ સમયગાળા દરમિયાન ૩૯ ગ્રુપ ડિસ્કશન, ૧૫ કારકિર્દીલક્ષી યોજાયેલા વાર્તાલાપ, ૦૫ સ્વરોજગાર શિબિર, ૭ ઓવરસીસ સેમીનાર પણ યોજાયા હતા.જિલ્લાની ૬૮ શાળાઓ, ૪ કોલેજ અને ૧ આઇટીઆઇમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે ચાલતા કેરિયર કોર્નરમાં દર મહિને ૪ પિરીયડ લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો