તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિલ્લાના 55 ગામોની 16.5 કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા 55 ગામોમાં ગ્રામજનોને તેમના ઘર સુધી નળ મારફત પાણી આપવાની રૂ.16.5 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. દાહોદમાં આ માટે મળેલી બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે પાણી પુરવઠા બોર્ડ અને વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓએ પાણીની યોજનાનું એવી રીતે આયોજન કરવું જોઇએ કે જેથી જે તે યોજના સમય મર્યાદામાં પૂર્ણ થઇ જાય અને લોકોને કોઇ તકલીફ ના પડે. આગામી ઉનાળા સુધીમાં વર્તમાન તમામ યોજનાઓના સર્વે થઇ, ટેન્ડરિંગ પ્રક્રીયા અને સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર વિજય ખરાડીએ પાણીની યોજનાના સુચારૂ અમલીકરણ માટે સંબંધિત વિભાગોએ સારી રીતે સંકલન કરી લેવા જણાવ્યું હતું. તેમણે પણ વિવિધ યોજનાની સમિક્ષા કરી હતી. આ બેઠકમાં દેવગઢ બારિયા, ધાનપુર, ઝાલોદ, સિંગવડ, ફતેપુરા, ગરબાડા, દાહોદ અને લીમખેડા તાલુકાના ગામો માટે રૂ. 16.5 કરોડની નવી પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પાણી, હાફેશ્વર, સ્થાનિક સ્ત્રોતો પર આધારિત છે. કુલ 12826 ઘરોને આવરી લેવાનું આયોજન છે. બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનરે કે. કે. પટેલ, વાસ્મોના કાર્યપાલક ઇજનરે , વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સંજય વર્મા, સીડીએચઓ ડો. પરમાર, નાયબ પશુપાલન નિયામક ડો. કમલેશ ગોસાઇ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

95 ઘરોને 24 કલાક પાણી આપવાનું આયોજન
દાહોદ તાલુકાના ચોસાલા, ધાનપુર તાલુકાના લીમડી મેદરી, લીમખેડાના ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના ૯૫ ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ માટે તેની હયાત યોજનામાં રૂ. ૨.૦૩ લાખના ખર્ચથી સુધારો કરી આ યોજના લાગુ કરવામાં આવશે.

કયા તાલુકાનાં કેટલાં ગામો
તાલુકો ગામ

દે.બારિયા 07

ધાનપુર 14

ઝાલોદ 04

સિંગવડ 10

ફતેપુરા 04

ગરબાડા 02

લીમખેડા 11

દાહોદ 04

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો