તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિલ્લામા બે સ્થળેથી રૂ.93886ના દારૂ સાથે 1 ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમડી પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ રાત્રીના સમયે પેટ્રોલીંગ દરમિયાન કાકરાકુવા ગામે રોડની સાઇડમાં દારૂ ભરેલી જીજે-23-એમ-3242 નંબરની સ્કોડા ગાડી મુકી હોવાની બાતમી મળી હતી. જેના આધારે વહેલી સવારના 4.30 વાગ્યાના અરસામાં બાતમી વાળી જગ્યા કાકરાકુવા ગામે રેઇડ કરતાં સ્કોડા ગાડી જોવા મળી હતી જ્યારે ગાડી આજુબાજુ કોઇ પણ મળી આવ્યું ન હતું. જેમાં બેટરીના અજવાળે તપાસ કરતાં ગાડીની પાછળની ડીકીમાં તપાસ કરતાં વિદેશી દારૂની છુટ્ટી બોટલો મળી આવી હતી. અલગ અલગ માર્કાની 171 બોટલો જેની કિંમત 32,980 રૂપિયાનો દારૂ તથા 2,00,000 લાખ રૂપિયા કિંમતની ગાડી મળી કુલ 2,32,,980 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ સ્કોડા ગાડીના અજાણ્યા ચાલક વિરૂદ્ધ્ લીમડી પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સાગટાળા પોલીસે દેવગઢ બારિયાના હરેશભાઇ ઉર્ફે હરીયો દેસીંગભાઇ પરમારને આંકલી ગામેથી બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો