દાહોદ APMCમાં મતદારો વોટિંગ દ્વારા 12 ડીરેકટર્સને વિજયમાળા પહેરાવશે

વેપારી વિભાગના 657 તથા ખેડૂત વિભાગના 389 મતદારો મળી કુલ 1046 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:22 AM
Voters voting in Dahod APMC will win 12 directors

દાહોદ: દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી અંતર્ગત વેપારી તથા ખેડૂત વિભાગની 12 બેઠકો કાજે આજે તા.3 ના રોજ ચૂંટણી યોજાનાર છે. વેપારી વિભાગના 657 તથા ખેડૂત વિભાગના 389 મતદારો મળી કુલ 1046 પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. આ ચૂંટણીને લઈને દાહોદભરમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલતી વિવિધ ચર્ચાઓનો અંત આવશે.
આ વખતની ચૂંટણીથી 4ને બદલે હવેથી 5 વર્ષની ટર્મ રહેનાર છે.

સંઘ વિભાગની એકમાત્ર બેઠકની ચૂંટણી માટે ઝંપલાવનાર 6 ઉમેદવારો પૈકી 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા જબરજસ્ત વિવાદ ઉભો થવા પામ્યો હતો અને એક ઉમેદવારે હાઈકોર્ટમાં આ સંદર્ભે અપીલ કરતા જીલ્લા રજીસ્ટારે સંઘ વિભાગની ચૂંટણી ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દીધો હતો. મંગળવારે યોજાનાર ચૂંટણી કાજે સોમવારે સાંજે દાહોદ અનાજ માર્કેટ સાથે સંકળાયેલ વિવિધ વર્ગના લોકોના સંમેલનમાં માર્કેટના અગ્રણીઓએ મહાજનની પરંપરા જીવંત રાખવાના હેતુથી વેપારી વર્ગની પેનલને જ મત આપવા અપીલ કરી હતી. દાહોદ ખાતે આયોજિત આ ચૂંટણી આમ તો ખૂબ ઓછા વર્ગને અસરકર્તા ચૂંટણી હોવા છતાંય સતત ચડાવઉતાર સર્જાતા આખા દાહોદમાં ચર્ચાની એરણે રહેવા પામી છે.

X
Voters voting in Dahod APMC will win 12 directors
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App