Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » Toll free number has been started to prevent water logging in rural areas of Dahod

દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો વેડફાટ અટકાવવા ટોલ ફ્રી નંબર શરૂ કરાયો

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 02:03 AM

લીકેજ, ડેમેજ સાથે પીવાના પાણીની તકલીફનું નિરાકરણ લાવી શકાશે

  • Toll free number has been started to prevent water logging in rural areas of Dahod

    પ્રતિકાત્મક તસવીર

    દાહોદ: દાહોદ જિલ્લાના અંતરિયાળ એવા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીને લઈને કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી નં. 1916 ની સુવિધા કાર્યાન્વિત થઇ છે.રાજ્ય સરકાર દ્વારા પીવાના સ્વચ્છ પાણીની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો 1916 નંબર ઉપર ફરિયાદ કરવાથી તેનું શક્યત: ઝડપે નિરાકરણ લાવી શકાશે. ચોખ્ખા પાણીનો વેડફાટ થતો હોય, કોઈ લાઈન ડેમેજ હોય કે પીવાના પાણીને લગતી અન્ય કોઇપણ સમસ્યા હોય તો તેનું નિરાકરણ આ ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી માહિતી આપવાથી રાજ્ય સરકાર દ્વારા તે સંદર્ભે શક્યત: વિગતો મેળવાઈ તેનું યોગ્ય તે રાહે નિકાલ કરવાનો પ્રયત્ન થશે.


    સાથે જ દાહોદ જિલ્લા સ્તરની કોઇપણ ફરિયાદ હશે તો ઓફીસ સમય દરમ્યાન 02673- 244018 ઉપર પણ નોંધાવી શકશે. ટોલ ફ્રી નંબર ઉપર જો નગરપાલિકા વિસ્તારને સ્પર્શતી પાણીની કોઈ સમસ્યાની ફરિયાદ થઈ હશે તો જે તે સ્થાનિક તંત્રને તેનું નિરાકારણ કરવા જણાવશે તેવું જાણવા મળ્યું છે.

    આ ફરિયાદ રાજ્ય કક્ષાએ જશે


    ટો ફ્રી નંબર ઉપર કરેલી પાણી સબંધની ફરિયાદ રાજ્ય કક્ષાએ નોંધાશે. ત્યાંથી આ ફરિયાદ સબંધિત પાણી પુરવઠા બોર્ડ પાસે આવશે અને તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. -આર.એ પટેલ, એક્ઝિક્યુટિવ એન્જી.દાહોદ

    શહેરીજનો માટે પણ વિકલ્પ ખુલ્લો

    આંમ તો આ ટોલ ફ્રી નંબર ગ્રામ્ય વિસ્તારો પુરતો છે પરંતુ શહેરમાં પાણીનો વેડફાટ થતો હોય કે સમસ્યા હોય તો શહેરીજનો પણ તેની ઉપર ફરિયાદ નોંધાવી શકવાનો વિકલ્પ ખુલ્લો રખાયો છે. આ ફરિયાદ રાજ્ય કક્ષાએથી સબંધિત પાલિકાન ફોર્વડ કરાશે તેવું પણ જાણવા મળ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending