Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » There is no food in the house for food, as the women weep and cry

ખાવા માટે ઘરમાં અનાજ-પાણી નથી તેમ કહી મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 02:52 AM

હાલોલ નગરપાલિકાના સફાઇ કામદારો ત્રણ મહિનાના પગારથી વંચિત

  • There is no food in the house for food, as the women weep and cry

    હાલોલ: હાલોલ નગરપાલિકાના 125 જેટલા સફાઈ કામદારોને છેલ્લા ત્રણ માસથી પગાર ન મળતા તેઓની હાલત કફોડી બની છે. પાલિકા કચેરીએ કામદારોએ હલ્લાબોલ કરી પગારનો પ્રશ્ન હલ કરવા સત્તાધીશોને જણાવાયું છે, તેમ છતાં નિરાકરણ નહીં આવે તો શહેર ભાજપ યુવા અનુસૂચિત જનજાતી પ્રમુખે આત્મ વિલોપનની ચિમકી પણ ઉચ્ચારી છે. શહેરની સફાઈ કામગીરી માટે 125 સફાઈ કામદારો કામ કરી રહયા છે.

    આજે બપોરે પાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી સહિતના હાજર હતા.ત્યારે સફાઈ કામદારો આવી રજુઆત કરી હતી કે, અમને ત્રણ મહિનાથી પગાર અપાયો નથી, અમારે ભરણ પોષણ કેવી રીતે કરવાનું ખાવા માટે ઘરમાં અનાજપાણી નથીનું કહેતી મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી હતી. વાલ્મિકી સમાજના અગ્રણીઓએ પ્રશ્નન હલ કરવા પાલિકા સત્તાધીશો સાથે બેઠક યોજી હતી. જયારે પગારના પ્રશ્નનો હલ નહીં આવે તો શહેર ભાજપ યુવામોરચા પ્રમુખે આત્મ વિલોપનની કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અત્રે નોંધનિય છેકે, સફાઈ કામદારોના પગારના પ્રશ્નને લઈ આ અંગે વધુ જાણકારી માટે અમારા હાલોલના પ્રતિનિધિએ પાલિકાના ચિફ ઓફિસરનો વારંવાર સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ પ્રતિઉત્તર મળ્યો ન હતો.

    ત્રણ મહિનાથી પગાર થયો નથી

    ત્રણ મહિનાથી પગાર થયો નથી, ચોથો મહિનો બેઠો અમે પાલિકામાં પગાર નથી થયાનીરજુઆત કરી તો ચિફ ઓફિસરએ કીધું કે તમારા મકરદમે અરજી આપી છે કે સફાઈ કામદારો કામ પર આવતા નથી.-રતીલાલ, સફાઇ કામદાર

    આત્મવિલોપન કરવાની ફરજ પડશે

    આજે અમારા પરિવાર સહિતના સફાઈકમદારો પગાર માટેની રજુઆત કરવા આવ્યા છે ત્રણ મહિના થી પગાર ન થતા મકરદમ સહિત પાલિકા સત્તાધીશોને રજુઆત કરી છે. તેમ છતા જો કોઈ નિરાકરણ નહીં આવે તો અમારે આત્મવિલોપન કરવાની ફરજ પડશે. > મનિષ સોલંકી, અનુ.જનજાતિ ભાજપ યુવા શહેર પ્રમુખ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending