ગ્રામ પંચાયતના ઓરડામાં ભણતું ગુજરાત, ગરબાડા તાલુકાના ટૂંકી વજુ પ્રા. શાળાના બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

ધો.5 થી 6ના 63 બાળકોનો જર્જરીત ઓરડામાં અભ્યાસ: શાળામાં માત્ર બે જ સારા ઓરડામાં 110 વિદ્યાર્થી ભણે છે

DivyaBhaskar.com | Updated - Sep 06, 2018, 02:38 AM
ટૂંકી વજુ પ્રા. શાળાના છાત્રો
ટૂંકી વજુ પ્રા. શાળાના છાત્રો

ગરબાડા: એક તરફ સરકાર દ્વારા શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા માટે નિત નવા પ્રયાસો કરી અને લાખો કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગરબાડા તાલુકાના ટૂંકી વજુ પ્રાથમિક શાળાના બાળકોને બેસવા માટે ઓરડા જ નથી. પરિણામે શાળાના ધોરણ 7 થી 8 ના 53 જેટલા બાળકો ગ્રામ પંચાયતના એક જ ઓરડામાં પાછલા ત્રણ વર્ષથી બેસીને અભ્યાસ કરી રહ્યા છે તેમજ ધોરણ 5 અને છ ના 63 જેટલા બાળકો પાછલા ત્રણ ચાર વર્ષથી એકદમ કંડમ જર્જરિત ઓરડામાં બેસી જીવના જોખમે વિદ્યા મેળવી રહ્યા છે.

શાળામાં બે ઓરડા સારા છે જેમાં ધોરણ 1 થી 4 ના અંદાજે 110 જેટલા બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. ધોરણ 7 થી 8 ના બાળકોને ભણાવતા શિક્ષક વણકર કાંતિભાઈ લાલા ભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ધોરણ 7ના 53 જેટલા બાળકોને પાછલા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતના મકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જ્યારે ધોરણ 5 થી 6 ના 63 જેટલા બાળકોને એક જ રૂમમાં પાછલા ત્રણ ચાર વર્ષથી બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે જે એકદમ જર્જરિત અવસ્થામાં છે.

આજ સુધી ગ્રાન્ટની ફાળવણી કરાઇ નથી

નવીન ૬ ઓરડાના બાંધકામ માટે ની મંજૂરી ત્રણ વર્ષ પહેલા માંગવામાં આવી હતી. જિલ્લા પંચાયત દ્વારા તોડવાની મંજૂરી તૈયારીમાં આપી દેવામાં આવી હતી પરંતુ નવીન ઓરડાના બાંધકામ માટે આજદિન સુધી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી ન હોવાના કારણે બાળકોએ જર્જરીત ઓરડામા તથા ગ્રામ પંચાયતમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવી રહ્યો છે

X
ટૂંકી વજુ પ્રા. શાળાના છાત્રો ટૂંકી વજુ પ્રા. શાળાના છાત્રો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App