રેસ્ક્યૂ / રેસ્ક્યૂ/ દાહોદ જિલ્લામાં 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો

નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો, લોકોએ અનુભવ્યો હાશકારો
નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો, લોકોએ અનુભવ્યો હાશકારો
નરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતો
નરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતો

DivyaBhaskar.com

Dec 07, 2018, 01:04 PM IST

* દાહોદ જિલ્લામાં નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો
* વનવિભાગે દીપડાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો

દાહોદઃ દાહોદ જિલ્લામાં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડાને વનવિભાગે કોટંબી ગામ પાસેથી રેસ્ક્યૂ કરીને પાંજરે પુરી દીધો છે. રેસ્ક્યૂ બાદ દીપડાને પાવાગઢ ખાતે રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઇ જવાયો છે.

3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો

- નરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતો
- દીપડો રાત્રી દરમિયાન મારણ કરવા નિકળ્યો હતો.
- મારણને કરવા જતા સમયે વનવિભાગે દીપડા પકડી લીધો

વનવિભાગે દીપડાને પકડવા ખુબ પ્રયાસ કર્યા

છેલ્લા કેટલાક દિવસોથી નરભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે રાત-દિવસ એક કર્યા હતા. દીપડાને પકડવા માટે વનવિભાગના કર્મચારીઓને બંધુક સાથે પાંજરામાં પણ બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત દીપડાને પકડવા માટે રાત્રીના સમયે વનવિભાગના કર્મચારીઓ સતત જાગતા હતા. મહામહેનત બાદ હવે દીપડાને પકડવામાં વનવિભાગને સફળતા મળી છે.

દીપડાએ ગ્રામ્ય વિસ્તારના અનેક પુશઓને પણ શિકાર બનાવ્યા હતા

દીપડાએ માણસની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના અનેક પશુઓને પણ શિકાર બનાવ્યા હતા. જેથી લોકો દીપડાથી ત્રસ્ત થઇ ગયા હતા. અને આ દીપડાને પકડી પાડવા માટે વનવિભાગને રજૂઆતો પણ કરી હતી.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

X
નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો, લોકોએ અનુભવ્યો હાશકારોનરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો, લોકોએ અનુભવ્યો હાશકારો
નરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતોનરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી