દાહોદ જિ.ની 631 શાળામાં 1416 વર્ગખંડનો અભાવ

Lack of 1416 classrooms in 631 schools of Dahod district
Bhaskar News

Bhaskar News

Apr 04, 2018, 04:11 AM IST

દાહોદ: સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવાની સાથે ખાનગી શાળાઓ તરફ જઈ રહેલ બાળકોને સરકારી સ્કૂલોમા ખેંચવા ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. પરંતુ પ્રાથમિક સુવિધા રૂપે જિલ્લામાં આવેલી 631 શાળાઓમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડોની સગવડનો અભાવ જોવા મળી રહ્યો છે.


પ્રાપ્ત માિહતી અનુસાર, દાહોદ જિલ્લામાં 1655 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે હાલ11661 વર્ગખંડ છે. આ શાળાઓ પૈકીની 631 શાળા એવી છે કે જ્યાં વર્ગખંડોની ઘટ વર્તાઇ રહી છે. આખા ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો એવો છે કે જ્યાં સૌથી વધુ 1416 વ્રગખંડ ખુટી રહ્યા છે. જિલ્લામાં ઘણી શાળાઓના વર્ખંડો વર્ષો જૂના હોવાથી બિસ્માર અને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. જે ગમે ત્યારે બાળકો માટે જોખમી પુરવાર થાય તેમ છે.

આ સ્થિતિમાં જેના પગલે ઘણી શાળાઓમાં અપૂરતા ઓરડાઓને કારણે બાળકોને નિર્ધારિત કરતાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવા ફરજ પડાય છે. તો કેટલીક શાળાની લોબીમાં જ બેસાડીને બાળકોને ભણાવવાનો પ્રયાસ હાથ ધરાય છે. દર વર્ષે નવા સત્રથી શાળા પ્રવેશોત્સવમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગુલબાંગો ફેંકતા તંત્રના ધ્યાને વર્ગખંડોનો અભાવ કળાતો નથી તે આશ્ચર્યજનક લાગી રહ્યું છે.

દર વર્ષે 300ની જ મંજૂરી અપાય છે


દાહોદ જિલ્લામાં વર્ગખંડોની અધધ ઘટ હોવા છતાં દર વર્ષે 300 જેટલાં જ નવા વર્ગખંડો બનાવવાની મંજુરી આપવામાં આવે છે. વર્ષ2017-18માં સવ્ર શિક્ષા અભિયાન દ્વારા 320 વર્ગખંડ બનાવ્યા છતાં હજી આ ઘટ પડી રહી છે. 18-19માં પણ 300ની જ મંજુરી અપાય તેમ લાગી રહ્યું છે ત્યારે આ ઘટ પુરવાની જગ્યાએ વધતી જાય તેમ લાગી રહ્યું છે.

X
Lack of 1416 classrooms in 631 schools of Dahod district
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી