Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » Interested in cricket work hard with diligence Reena Baamaniya

ક્રિકેટમાં રસ હોવાથી ખંતથી મહેનત કરી આગળ વધી: રીના બામણિયા

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:49 PM

દાહોદ નજીકના નાનકડા ગ્રામ્ય વિસ્તાર રાબડાલની યુવતી ખેલાડી તરીકે ઉમદા પરફોર્મન્સ આપી દાહોદનું નામ રોશન કરી રહી છે.

  • Interested in cricket work hard with diligence Reena Baamaniya
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    દાહોદ: ગુજરાતની ક્રિકેટ ટીમમાં દાહોદ નજીકના નાનકડા ગ્રામ્ય વિસ્તાર રાબડાલની યુવતી ખેલાડી તરીકે ઉમદા પરફોર્મન્સ આપી દાહોદનું નામ રોશન કરી રહી છે. દાહોદ પાસેના રાબડાલની રીના બામણીયા નામે યુવતી ગુજરાત વિમેન્સ ક્રિકેટ એસોશિયનમાં જોડાઈને રાષ્ટ્રીય કક્ષાએ રમવાની સાથે પોતાનો અભ્યાસ પણ ખંતથી કરી રહી છે. છૂટક મજુરી કરતા પિતાના બહોળા પરિવારમાં ઉછરતી રીના બચપણથી જ ક્રિકેટમાં રસ હોઈ ખુલ્લા ખેતરોમાં ફળિયાના સમવયસ્કો સાથે કપડા ધોવાના ધોકાથી ક્રિકેટ રમતી. શાળામાં પણ તેનો ક્રિકેટનો રસ અકબંધ રહ્યો હતો.

    ક્રિકેટમાં રસ હોવાથી તેણે દાહોદના કોચ સલીમ ભડંગા પાસેથી ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. બેટ્સમેન(વુમેન) તરીકે પ્રસિદ્ધ થયેલી રીનાની મહેનત 2016માં રંગ લાવી હતી. ગુજરાત વીમેન્સ ક્રિકેટ એસો.ની ગુજરાતની ટીમમાં તેને સ્થાન મળ્યું હતું. તેના કારણે તેણે કાનપુર, સીકંદરાબાગ, કુરનુલ(હૈદ્રાબાદ) અને ડીસા ખાતે નેશનલ કક્ષની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનું કૌવત બતાવ્યું હતું.

    હાલમાં દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી રીટા બામણીયા શાળા પોતાના નિત્યક્રમ મુજબ ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં આવેલા સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ માટે જાય છે. રીનાને ભારતની ટીમમાં સ્થાન મેળવવાની ઇચ્છા છે.

    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડસ્ પર ક્લિક કરો...

  • Interested in cricket work hard with diligence Reena Baamaniya
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Interested in cricket work hard with diligence Reena Baamaniya
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Interested in cricket work hard with diligence Reena Baamaniya
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending