Home » Madhya Gujarat » Latest News » Dahod » Election preparations start tadamara premises Dahod grain market

દાહોદ અનાજ માર્કેટ પરિસરમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 02:00 AM

મંગળવારે થનારી ચૂંટણીને લઈને માર્કેટમય બન્યા

  • Election preparations start tadamara premises Dahod grain market

    (પ્રતિકાત્મક તસવીર)

    દાહોદ: દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી અંતર્ગત આવતીકાલે તા: 3 માર્ચના રોજ વેપારી વિભાગની 4 તથા ખેડૂત વિભાગની 8 બેઠકો કાજે ચૂંટણી યોજાનાર છે. આશરે 8 દાયકાથી દાહોદનું નાક બની રહેલ દાહોદનું અનાજ માર્કેટ સંસ્થા, મહાજન પરંપરાનો ઉત્કૃષ્ઠ નમુનો બની રહેવા પામી છે. નગરમાં અનન્ય મહત્વ ધરાવતી આ સંસ્થા ખાતે અગાઉ ચૂંટણી બદલે પસંદગી કરી પોતાની પસંદગીના ઉમેદવારને વહીવટમાં મોકલાતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં તે પરંપરા બંધ થઇ તે બદલે ચૂંટણી યોજાતી થઇ છે.

    મહાજન પરંપરા અનુસાર ચાલતી આ સંસ્થા ખાતે લોક પ્રતિનિધિઓની નિયુક્તિ ‘ઈલેક્શન’ બદલે અગાઉની જેમ ‘સિલેક્શન’થી જ થાય તેવો સુર પણ વહેતો થતા બહુધા વેપારીઓએ તેને આવકારી હતી.સંઘ વિભાગની એકમાત્ર બેઠકની ચૂંટણી હાઈકોર્ટ મેટર બનતા તેને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે ત્યારે દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થઇ જતા, બે વિભાગની કુલ 12 બેઠકો માટે હવે વેપારીઓના 8 અને ખેડૂતોના 23 મળી કુલ 31 ઉમેદવારો મેદાનમાં છે. આ પૈકી વેપારી વિભાગની 4 બેઠકો માટે વર્તમાન વાઈસ ચેરમેન કમલેશ

    રાઠી, દાહોદની અનેક સંસ્થાઓના અગ્રણી શ્રેયસ શેઠ, વેપારી અગ્રણી ઇકબાલ ખરોદાવાલા તથા અજય અગ્રવાલની એક પેનલ છે. તો સામે માર્કેટના અગ્રણી વેપારી કૈલાશ ખંડેલવાલ, ભાજપ અગ્રણી દીપેશ લાલપુરવાલા,અનીલ અગ્રવાલ, આનંદ રામચંદાનીએ વ્યક્તિગત ધોરણે ઝંપલાવ્યું છે. ખેડૂત વિભાગ માટે ગ્રામ્ય સ્તરે કવાયત હાથ ધરાઇ રહી છે. આ ચૂંટણીને લઈને દિવસભર દાહોદ ખાતે આ બાબત ‘ટોક ઓફ ધ ટાઉન’ બની જવા પામે છે તો રાતના સમયે પણ માર્કેટ ખાતે ખાણીપીણીની જયાફતો સાથે મોટી સંખ્યામાં વેપારીઓ, ચૂંટણીની તૈયારીઓ કરતા જોવાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ