Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahood music fans became strained in three days Nad Spandan

દાહોદના સંગીત રસિકો સતત ત્રણ દિવસ ‘નાદ સ્પંદન’માં તરબોળ બન્યા

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 04:19 AM

ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર અને કુવળેકર સંગીત નિકેતનના સંયુક્ત ઉપક્રમે તા 30 માર્ચથી 1 એપ્રિલ દરમ્યાન કાર્યક્રમ યોજાયો

  • Dahood music fans became strained in three days Nad Spandan

    દાહોદ: દા.અ.મ.સા.એજ્યુ.સોસાયટી સંચાલિત શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર અને શ્રી કુવળેકર સંગીત નિકેતનના સંયુક્ત ઉપક્રમે દાહોદ ખાતે તા: 30 માર્ચથી 1 એપ્રિલના ત્રણ દિવસ દરમ્યાન ‘નાદ સ્પંદન’ શિર્ષક હેઠળ શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાયો હતો.


    આ ‘નાદસ્પંદન’ કાર્યક્રમમાં ભાગવત ચૌહાણ (પુણે), કુ. કૌસર હાજી (રાજકોટ), પં. સચિન પટવર્ધન (ઇન્દોર), હિતેન્દ્ર દિક્ષિત (ઇન્દોર), પં. વિકાસ પરીખ (અમદાવાદ), ડો કપિલદેવ ત્રિવેદી(દાહોદ) વગેરે કલાકારોએ ઉક્ત ત્રણ દિવસ દરમ્યાન મોડી રાત લગી શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે પોતાની કળાની રસલ્હાણ પીરસી હતી. દરરોજ જે તે કલાકારોની પ્રસ્તુતિ થાય તે પૂર્વે મૃદુસ્વરા જોશી, અવનિ મોઢીયા, પૂજા મિસ્ત્રી, લોકેશ શર્મા, શિવ મહાવર વગેરેએ પોતાની કળા પ્રસ્તુત કરી હતી.

    દાહોદ જેવા છેવાડાના વિસ્તારમાં શાસ્ત્રીય રાગ આધારિત કાર્યક્રમને અપ્રિતમ સફળતા સાંપડી તેની નોંધ બહારથી પધારેલા કલાકારોએ લઈને દાહોદના સંગીતપ્રેમીઓને મુક્ત મને બિરદાવ્યા હતા. વિવિધ રાગ રાગીણી આધારિત ગાયન અને વાદ્યોની સુરવાલીની પ્રસ્તુતિએ દાહોદના સંગીત રસિકોના મન મોહી લીધા હતા.

    સહ- કલાકારીથી આગવો રંગ આપ્યો


    બહારથી પધારેલા કલાકારોની જે તે પ્રસ્તુતિને લખનલાલ રાય, વર્ષા કેવલાણી, જહાનવી પંડ્યા, પંકજ રાય, શશીકાંત રાય, ઉમંગ કૌશિક રાકેશ મિસ્ત્રી, રાજુ ગોહિલ, નારાયણ ઉપાધ્યાય, ધર્મેશ ડાભી જેવા સ્થાનિક કલાકારોએ પોતાની સહ- કલાકારીથી રંગ આપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ