Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod My presentation of the presentation on the general manager of the railway

દાહોદ આવેલા પ. રેલવેના જનરલ મેનેજર પર રજૂઆતોનો મારો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:23 AM

કેન્દ્રીય રાજ્ય મંત્રીએ શહેરને લાભકર્તા આઠ માંગો મુકી : મજદુર સંઘે પડતર માંગણીઓની ચર્ચા કરી

  • Dahod My presentation of the presentation on the general manager of the railway

    દાહોદ: દાહોદ વાર્ષિક ઇન્પેક્શન માટે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર ઉપર વિવિધ પ્રકારની રજૂઆતોનો મારો કરાયો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ શહેરને લાભકર્તા આઠ માંગો મુકી હતી જ્યારે મજદુર સંઘે પડતર માંગણીઓની ચર્ચા કરી હતી. નીરીક્ષણ વેળા ખુશ થઇને જી.એમે 2.30 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે ગુપ્તા શનિવારે દાહોદ ખાતે વાર્ષિક ઇન્સપેક્શન માટે આવ્યા હતાં. એ.કે ગુપ્તા દાહોદ વર્કશોપની મુલાકાત લીધી હતી.

    નીરીક્ષણ બાદ ખુશ થયેલા સીંગે 2.30 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. કારખાનામાં જ બનાવેલા હેરીટેજ રૂમનું પણ નીરીક્ષણ કર્યું હતું. રેલવે સ્ટેશનની મુલાકાત વેળા કેન્દ્રીય રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા વિકલાંગો માટે કોઇ સુવિધા નહીં હોવાથી રેમ્પ અથવા લીફ્ટ લગાવવાની માગ સાથે પ્લેટફોર્મ 2 અને3 ઉપર કવરિંગ શેઢનો વિસ્તાર, દાહોદથી અમદાવાદ નવી ઇંટરસિટી શરૂ કરવા, દાહોદને મોર્ડન સ્ટેશન બનાવવા, દર્દીને રેફર કરવા સીએમએસને અધિકારી આપવા, રેલવે ક્વાટરોની સમસ્યા તેમજ પીપલોદમાં ફુટઓવરબ્રીજ બનવવાની માગણી કરી હતી.

    વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના મંડળ મંત્રી બી.કે ગર્ગ અને વર્કશોપ શાખાના સચિવ દેવેન્દ્ર હાડા તેમજ પ્રતિનિધિ મંડળે દાહોદમાં રેલવે ક્વાટર્સ, ટાર્ગેટ મુજબ કારખાનામાં વધારાના પદ ભરવા, દાહોદમાં CLA પદનું સૃજન કરવું, 52 સફાઇ કર્મીના પદને તાત્કાલિક ભરવા સહિતની માગણી કરી હતી. જીએમ સીંગના આગમન પગલે દાહોદનું રેલવે વિભાગ સાવધાનની મુદ્રામાં જોવા મળ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending