Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod district are three sided civic body workers cleaning work

દાહોદ જિલ્લાની ત્રણે પાલિકામાં કર્મચારી સફાઇ કામથી અળગા રહ્યાં

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:00 AM

SC-ST એક્ટમાં બદલાવ સામે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

  • Dahod district are three sided civic body workers cleaning work
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દાહોદ શહેરની કોલેજ પાસે બંધ કરાવનારા યુવાનોએ એક બસની હવા કાઢી નાખી હતી સાથે ટાયર પણ બાળ્યા હતાં.

    દાહોદ: દાહોદ જિલ્લામાં બંધને સોમવારે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઝાલોદ,લીમડી, સુખસરમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો જ્યારે ફતેપુરા અને ગરબાડામાં સવારે બંધ થયેલી દુકાનો બપોરે ફરીથી ખુલી ગઇ હતી. દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં સફાઇ કર્મચારીઓ પણ બંધમાં જોડાતાં સફાઇ કામથી અળગા રહેતાં ગંદકીના ઢગ જામ્યા હતાં. બંધ કરાવવા માટે નીકળેલા 67 લોકોને પોલીસ ડિટેઇન કર્યા હતાં. સુપ્રીમ કોર્ટ તરફથી SC-ST એક્ટમાં બદલાવ કરવાની સામે સોમવારે દાહોદ જિલ્લો બંધ હોવાની વાતો સોશિયલ મીડીયા ઉપર ફરતી થઇ હતી.

    જોકે, આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ વિભાગે જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સોમવારની સવારે દાહોદ શહેર સાથે ફતેપુરા,ગરબાડા, સુખસર, ઝાલોદ, લીમડી વિસ્તારમાં બંધ કરાવવા માટે કેટલાંક યુવાનો નીકળ્યા હતાં. જેમાં દાહોદ શહેરમાં બંધની કોઇ અસર જોવા મળી ન હતી. શહેરમાં બંધ કરાવવા નીકળેલા દલિત સમાજના 11 યુવાનોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતાં. તેવી જ રીતે લીમડી ગામ તો જડબેસલાક બંધ રહ્યું હતું ત્યારે અહીં પણ 37 લોકોને ડિટેઇન કરાયા હતાં. સુખસરમાં પણ સજ્જ બંધની પરીસ્થિતિ જોવા મળી હતી.

    અહીં પણ 19 લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતાં. ઝાલોદ નગર પણ જડબેસલાક બંધ જોવા મળ્યું હતુ. ગરબાડા, ફતેપુરામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સવારે બંધ કરાવાયેલી દુકાનો બપોરના સમયે ખુલી ગઇ હતી. જિલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુર, સંજેલી સહિતના વિસ્તારોમાં બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી. દલિત સમાજના યુવાનો પણ બંધમાં જોડાયા હોવાથી જિલ્લાની દાહોદ, બારિયા અને ઝાલોદ નગર પાલિકામાં સોમવારે કર્મચારીઓ સફાઇ કામથી અળગા રહેતાં કચરાના ઢગ થઇ ગયા હતાં.

    વધુ તસવરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • Dahod district are three sided civic body workers cleaning work
    સુખસરમાં રસ્તા વચ્ચે ટાયર સળગાવાયા

    સુખસરમાં રસ્તા વચ્ચે ટાયર સળગાવાયા

     

     સુખસરમાં બંધ કરાવવા નીકળેલા કેટલાંક લોકોએ રસ્તો રોકવા માટે કતારબંધ ટાયરો ગોઠવીને આગ ચાંપી દીધા હતાં. તેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહારને અસર થઇ હતી. ઘટના પગલે દોડી ગયેલી પોલીસે ટાયરો એક તરફ કરીને ઓલવતાં પરીસ્થિતિ યથાવત બની હતી.

     

    ઝાલોદનો હાટ બંધ રહ્યો

     

     સોમવારે ઝાલોદ નગરનો હાટ ભરાય છે. સવારે કેટલાંક વેપારીઓ હાટ બજારમાં વેપાર માટે આવ્યા હતાં પરંતુ બંધના એલાનની જાણ થતાં તેમણે પોતાના પથારા સમેટી લીધા હતાં. દુકાનો સાથે હાટ બજાર પણ બંધ રહેતાં ઝાલોદ નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

     

    જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આવેદનો અપાયાં

     

     

     બંધના એલાનને સમર્થન આપીને કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આવેદન આપવાનું નક્કી કરાયું હતું. દાહોદ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અન મામલતદાર કચેરીમાં આવેદન પત્રો અપાયા હતાં. દલિત અને આદિવાસીઓમાં આ ચૂકાદાથી અસલામતીની ભાવના પ્રવર્તે છે. દલિતોને સહાયક થવા અને કટોકટીમાંથી મુક્ત કરવા વિનંતિ આવેદનમાં કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ