Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod Couple received success in the Kidajadi in lab

લાખો રૂપિયે વેચાતી આ વસ્તું ગુજ્જુ દંપતિએ ઘરે જ લેબમાં બનાવી રચ્યો ઈતિહાસ

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 02:08 AM

દાહોદનું દંપતી 3 માસની મહેનત બાદ સફળ રહ્યું: આખા રાજ્યમાંથી પહેલી વખત શહેરમાં પ્રયોગ

 • Dahod Couple received success in the Kidajadi in lab
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉતરાખંડની માત્ર દિવ્યા રાવતે લેબમાં કીડાજડી બનાવવામાં સફળતા મેળવી છે

  દાહોદ: દેખાવમાં તદ્દન સાધારણ એવા એક કીલો કીડાની કિંમત લાખો રૂપિયા પણ હોઇ શકે છે તે વાત જાણીને તમને ચોક્કસ નવાઇ લાગશે. વિવિધ ઔષધિય ગુણોવાળી અને વિદેશમાં લાખો રૂપિયાની કિંમતે વેચાતી આ કીડામાંથી મળતી‘કીડાજડી’ના નામે જાણીતી આ જડીબુટ્ટીને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આખા ગુજરાતમાં પ્રથમ કહી શકાય તેવા દાહોદના દંપતિએ સફળતા મેળવી છે. ઘરમાંથી લેબ બનાવીને દંપતિએ કૃત્રિમ રીતે તૈયાર કરેલી કીડાજડીના ગુણધર્મ ચકાસવા માટે સેમ્પલ વિયેતનામ મોકલ્યું છે.

  દાહોદનું દંપતી 3 માસની મહેનત બાદ સફળ રહ્યું


  દાહોદ શહેરના દેસાઇવાડા વિસ્તારમાં રહેતાં સંજય સોની અને સુનયના સોનીએ ઇન્ટરનેટ ઉપર મશરૂમ વિશે સર્ચિંગ કરતાં તેમને ગુજરાતીમાં કીડાજડી અને અંગ્રેજીમાં કોડીસીપ્સ એક પ્રકારના મશરૂમ વિશે જાણવા મળ્યું હતું.વધુ આગળ વધીને તેને સંલગ્ન વ્યક્તિઓની પુછપરછ બાદ દંપતિએ આ કીડાજડી તૈયાર કરવાનુ નક્કી કર્યું હતું. થાઇલેન્ડથી તેનું ટીશ્યુકલ્ચર લાવ્યા બાદ તેના નિષ્ણાતોની ગાઇડ લાઇન પ્રમાણે ભાડેથી ઘર રાખીને ખાસ લેબોરેટરી તૈયાર કરવામાં આવી હતી.

  આખા રાજ્યમાંથી પહેલી વખત શહેરમાં પ્રયોગ: થાઇલેન્ડથી ટીશ્યુકલ્ચર લાવ્યા હતાં

  માત્ર એક ટીશ્યુકલ્ચર પાછળ સાત દિવસની મહેનત બાદ વિવિધ પ્રોસેસ કરીને થાઇલેન્ડથી મળેલી ગાઇડ લાઇન પ્રમાણે તેની 800 બોટલ તૈયાર કરવામાં આવી હતી. આશ્ચર્ય વચ્ચે ત્રણ માસ બાદ તેમની મહેનત રંગ લાવી અને કીડાજડી સફળતાપૂર્વક તૈયાર થઇ ગઇ હતી. જોકે, આ કીડાજડીના ગુણધર્મો તપાસવા માટે દંપતિએ LCMSટેકનિકથી લેબ. ટેસ્ટ માટે તેના સેમ્પલ વિયેતનામ મોકલ્યા છે. લેબમાં તૈયાર કીડાજડીમાં કોડીસિપીન અને એડોસીન બે કન્ટેઇન હોય છે.તેમાં કોડીસિપીનની જેટલી વધુ માત્રા હશે તેટલાં તેના ભાવ વધારે મળશે.

  વધુ માહિતી માટે આગળ વાંચો... કઇ રીતે બનાવવામાં આવે છે કીડાજડી

 • Dahod Couple received success in the Kidajadi in lab
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  એક જુદી લેબ તૈયાર કરીને તેમાં રાઉન્ડ ધી ક્લોક એસી ચાલુ રાખવું પડે છે

   કઇ રીતે બનાવવામાં આવે છે કીડાજડી 

   

   

  એક જુદી લેબ તૈયાર કરીને તેમાં રાઉન્ડ ધી ક્લોક એસી ચાલુ રાખવું પડે છે. લેબનું ટેમ્પરેચર પણ દર કલાકે ચેક કરવું પડે છે. ટીશ્યુકલ્ચરમાંથી 7 દિવસે સ્પાન બનાવ્યા બાદ વધુ એક પ્રોસેસ કરી તેને બોટલમાં બંધ કરાય છે. ત્યાર બાદ તેનું ફલન શરૂ થાય છે. 

   

  વધુ માહિતી માટે આગળ વાંચો...  કીડાજડીના શું લાભ છે..

   

 • Dahod Couple received success in the Kidajadi in lab
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કીડાજડી રોગપ્રતિકારક શક્તિ સાથે સહનશક્તિ પણ વધારે છે

  કીડાજડીના શું લાભ છે..


  કીડાજડી રોગપ્રતિકારક શક્તિ સાથે સહનશક્તિ પણ વધારે છે, એથ્લેટિક પરફોર્મન્સમાં સુધારો લાવે છે. ડાયાબિટીસ સામે લડત, લીવર કાર્યમાં સુધારા ઉપરાંત શ્વાસોચ્છવાસને લગતા ચેપ સામે લડવાનું કાર્ય કરે છે. તેનો ઉપયોગ વિદેશોમાં વિવિધ દવાઓમાં થવાથી તેની કિંમત ઉંચી છે. 

   

  વધુ માહિતી માટે આગળ વાંચો... રાજ્યમાં અમે પ્રથમ છીએ 

   

 • Dahod Couple received success in the Kidajadi in lab
  ગુજરાતમાં અમારા સિવાય કોઇએ આ રિસર્ચ કર્યાનું જાણવા મળ્યું નથી

  રાજ્યમાં અમે પ્રથમ છીએ 


  અત્યાર સુધી ઉતરાખંડની માત્ર દિવ્યા રાવતે લેબમાં કીડાજડી બનાવવામાં સફળતા મેળવી છે. ગુજરાતમાં અમારા સિવાય કોઇએ આ રિસર્ચ કર્યાનું જાણવા મળ્યું નથી. કીડાજડીમાં કોડીસિપીનનું જેટલું વધુ પ્રમાણ હોય છે તેટલાં તેના વધુ ભાવ મળે છે. તે વિદેશમાં અઢીથી ચાર લાખ રૂપિયે કિલો પણ વેચાઇ શકે છે. વિદેશમાં તેની માંગ છે, આપણે ત્યાં તેના વિશે જાગૃતિ નથી. વિયેતનામથી રિપોર્ટ આવ્યા બાદ અમે રજિ.કરાવી કંપનીમાં કન્વર્ટ કરીશું. - સંજયભાઇ સોની, કીડાજડી બનાવનાર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ