Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod Agricultural Produce Market Committee Election Endangered

વેપારી વિભાગમાં 96.49 ટકા, ખેડૂત વિભાગમાં 99.23 ટકા મતદાન

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 04:25 AM

દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ

  • Dahod Agricultural Produce Market Committee Election Endangered
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    દાહોદ: દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વેપારી તથા ખેડૂત વિભાગની 12 બેઠકો કાજેની ચૂંટણી મંગળવારે 3 માર્ચે યોજાઈ હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વહીવટી ઓફિસ ખાતે આયોજિત ચૂંટણી પ્રક્રિયામાં વેપારી તથા ખેડૂત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સંઘ વિભાગની એકમાત્ર બેઠકની ચૂંટણી સંદર્ભે હાઈકોર્ટમાં અપીલ થતા જીલ્લા રજીસ્ટારે સંઘ વિભાગની ચૂંટણી ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મુક્યો છે. તો આ વખતથી 4 બદલે હવેથી 5 વર્ષની ટર્મ રહેનાર છે.

    તેવામાં મંગળવારે યોજાયેલા બે વિભાગની ચૂંટણી કાજે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરવા માર્કેટ પરિસરમાં પહોંચી જવા પામ્યા હતા. દાહોદ અનાજ માર્કેટ તરીકે ઓળખાતી આ સંસ્થાની ચૂંટણીનો માહોલ જોવા માટે મોટી સંખ્યામાં દાહોદવાસીઓ માર્કેટ ખાતે ઉમટી પડ્યા હતા. ચૂંટણીને લઈને મોટાભાગના વેપારીઓ ચૂંટણી સ્થળે ઉમટેલા હોઈ મોટાભાગના માર્કેટમાં અનાજની લે-વેચનો વેપાર બંધ રહ્યો હોઈ વેપારીઓ સ્વયંભુ રજાના મૂડમાં હોઈ આખો દિવસ ખાણીપીણીની જયાફતો ઉડતી જોવા મળી હતી.

    સાંજે 5 કલાકે સંપન્ન થયેલ ચૂંટણી બાદ પ્રાપ્ત આંક અનુસાર વેપારી વિભાગના 657 પૈકી 634 અર્થાત 96.49% મતદાન તથા ખેડૂત વિભાગના 390 પૈકી 387 એટલે કે 99.23 % મતદારોએ મતદાન કર્યું હતું. આમ, કુલ 1047 મતદારો પૈકી 1021 લોકોએ મતદાન કરતા 97.51% મતદાન નોંધાવા પામ્યું હતું. આજે બુધવારે સવારે 9 થી 12 દરમ્યાન ખેડૂત વિભાગની 8 બેઠક કાજેની ગણતરી બાદ જે તે પરિણામ જાહેર થશે અને ત્યારબાદ વેપારી વિભાગની 4 બેઠક માટેની ગણતરી હાથ ધરાશે.

  • Dahod Agricultural Produce Market Committee Election Endangered
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ