તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દેશમાં 115 મહત્ત્વાકાંક્ષી જિલ્લામાં દાહોદ પ્રથમ ક્રમે, નર્મદા જિલ્લાનો 13મો ક્રમાંક | Central Government Has Appointed

દેશમાં 115 મહત્ત્વાકાંક્ષી જિલ્લામાં દાહોદ પ્રથમ ક્રમે, નર્મદા જિલ્લાનો 13મો ક્રમાંક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદઃ કેન્દ્ર સરકારના નીતિ આયોગે સર્વાંગી પરિવર્તન માટે મહત્ત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકે દેશના 115 પછાત જિલ્લાઓનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જેમાં ગુજરાતના બે પછાત જિલ્લા દાહોદ અને નર્મદા પસંદ કરાયા હતાં. આ યોજનાના મોનિટરિંગ માટે કેન્દ્ર સરકારે દાહોદ જિલ્લા માટે આઈએએસ રાજકુમારની નિયુક્તિ કરી હતી. દાહોદ જિલ્લામાં  શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ખેતીવાડી,કૌશલ્ય વર્ધન અને નાણાકીય સમાવેશ અને મૂળભૂત સુવિધાઓ આ પાંચ મુખ્ય ક્ષેત્ર નક્કી કરાયા હતાં.  જિલ્લાઓની  પ્રવર્તમાન સ્થિતિ અને ઉપલબ્ધિઓ અંગે ઉંડુ ચિંતન કરાયું હતું અને તેમાં ખુટતી કડીઓ-સુવિધાઓની ઉપલબ્ધિ માટે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સૂચવાયેલા જુદા- જુદા ૪૯ જેટલા ઇન્ડીકેટર્સ મુજબ સમયબધ્ધ એક્શન પ્લાન ઘડી કાઢવાના  આદેશ અપાયા હતાં. દિશા-નિર્દેશો મુજબ “ટીમ દાહોદે” ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-દાહોદનો  2018થી 2022 નો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો.

 

 115 જિલ્લાઓમાં પ્રથમ ક્રમે જાહેર કરવામાં આવ્યો

 

શિક્ષણનું સ્તર સુધારવા, સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની નિમણૂકો ઉપરાંત તબીબી સાધનો પૂરા પાડવા, બાળમૃત્યુ દર-માતા મૃત્યુદર નીચો લાવવા, કૂપોષણ દૂર કરવા સાથે સ્થાનિક લોકોનું પછાતપણું દૂર કરી આ જિલ્લામાં માનવ વિકાસ સૂચકાંક ઉપર આવે તેવા પ્રયાસો  કરવામાં આવ્યા હતાં.  જેના પરિણામે દાહોદ જિલ્લાની દરેક ક્ષેત્રે પ્રગતિ સધાતાં તેનો ડેલ્ટા રેન્ક 19.8 આવતાં તે દેશના મહત્વાકાંક્ષી 115 જિલ્લાઓમાં પ્રથમ ક્રમે જાહેર કરવામાં આવ્યો હતો. ખુટતાં કામોને ઝડપથી પૂર્ણ કરાયા હતાં ટીમ દાહોદની મહેનતથી પાંચ  ક્ષેત્રના 49 ઇન્ડીકેટર્સ મુજબના એક્શન પ્લાનમાં બતાવેલા ખુટતાં કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યા હતાં અને તેને કારણે જ આપણે આ સફળતા હાંસલ કરીને પ્રથમ નંબરે પહોંચી શક્યા છીયે. - વિજય ખરાડી,કલેક્ટર, દાહોદ


નર્મદા જિલ્લાનો 13મો ક્રમાંક
મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં રાજ્યના દાહોદ સાથે નર્મદા જિલ્લાની પસંદગી પણ થઇ હતી. ત્યારે નર્મદા જિલ્લો આ સ્પર્ધામાં  11 ડેલ્ટા રેન્ક મેળવીને દેશમાં 13મા ક્રમે રહ્યો હતો.

 

અન્ય સમાચારો પણ છે...