Home » Madhya Gujarat » Latest News » Dahod » Center and state government are committed to the prosperity of the farmers

કેન્દ્ર અને રાજય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:42 AM

શીંગવડમાં જિલ્લા કક્ષાનું કૃષિ પ્રદર્શન-પાક પરિસંવાદ યોજાયો: કૃષિ વૈજ્ઞાનિકોએ અદ્યતન કૃષિ વિષયક માર્ગદર્શન પુરૂ પાડ્યુ હ

  • Center and state government are committed to the prosperity of the farmers

    દાહોદ: દાહોદ ખેડૂત તાલીમ કેન્દ્ર, ખેતીવાડી શાખા, એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટની એજન્સી(આત્મા પ્રોજેકટ) અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના સંયુકત ઉપક્રમે કૃષિ પ્રદર્શન-વ-પાક પરિસંવાદ-૨૦૧૮ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને શીંગવડ, આર્ટસ કોલેજ, રમત-ગમત સંકુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, ગૌસંવર્ધન અને પશુપાલન રાજયમંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.


    દીપ પ્રાગટય સાથે કૃષિ પ્રદર્શન-વ-પાક પરિસંવાદને ખુલ્લો મુકતાં ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરેદાહોદ જિલ્લામાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે દાહોદ જિલ્લામાં કડાણા પાણી પુરવઠા યોજના ટૂંકા ગાળામાં પૂર્ણ થતાં ખેડૂતો બારેમાસ ખેતી કરી શકશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે રાજયના ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ અને પશુપાલન રાજય મંત્રી બચુભાઇ ખાબડે પ્રસંગોચિત પ્રવચેન કર્યું હતું.

    કાર્યક્રમમાં મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ર્ડા.ઉમેશ પટેલે અદ્યતન ખેતીમાં સુધારેલા બિયારણો, ખાતર, ડ્રીપઇરીગેશન, વગેરે અંગે સરળ ભાષામાં સમજ આપી હતી.કૃષિ વૈજ્ઞાનિકોએ અદ્યતન કૃષિ વિષયક માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે અધ્યતન ખેતીની જાણકારી માટે કૃષિ, બાગાયત તથા અન્ય વિભાગો દ્વારા પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.પી.બગાડાએ તથા આભાર વિધિ ખેડૂત તાલીમ કેન્દ્રના નાયબ ખેતી નિયામક-વ-પ્રોજેકટ ડાયરેક્ટર એન.વી.રાઠવાએ કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ