Home » Madhya Gujarat » Latest News » Dahod » Celebration of World Tribal Day in Dahod, Mahisagar, Panchmahal District

દાહોદ, મહિસાગર, પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:43 AM

નગરના માર્ગો પર પરંપરાગત આદિવાસી નાચ-ગાનના રંગ જામ્યાં

 • Celebration of World Tribal Day in Dahod, Mahisagar, Panchmahal District
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  દાહોદ: દાહોદ ખાતે અત્યંત ભવ્યતાથી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી થઇ હતી. આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા વિવિધ ટેબ્લો, ગીત-સંગીત, નૃત્ય, ઢોલવાદકો સાથે નીકળેલી આ રેલી દાહોદવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની હતી. શહેરમાં વહેલી સવારથી જ આ દિવસની શુભકામનાઓ આપી હતી. ઝુલડી, ભોરીયું, લાકડી, તીરકામઠું સહિતના પરંપરાગત પરિવેશમાં ઘૂમતા આદિવાસી યુવાનોથી દાહોદના તમામ માર્ગો ભરચક બન્યા હતા. નવજીવન સાયન્સ કોલેજ ખાતેથી રેલી નીકળી હતી. જેનું સિટી ગ્રાઉન્ડ ખાતે સમાપન થયું હતું. ત્યારે ઉપસ્થિતોને સંબોધન સાથે આદિવાસી ગીતોની રમઝટ જામી હતી.

  બીજી તરફ શાળા ત્રિવેણીના અર્બન ક્રીડાંગણ ખાતે ગુજરાતના મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિતના અગ્રણી અધિકારીઓ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સભાનું આયોજન થયું હતું. તેમાં ગામના અગ્રણી અને ગુરૂગોંવિદ ધામના મહંત નરસિંહભાઇ નીનામા અને બકાભાઇ ભાભોરનું મંત્રીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ વિસ્તારના ધો-૧૦ના આદિવાસી સમાજના તેજસ્વી વિધાર્થીનીઓનું શીલ્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના ટીમરૂ પાન કરી ધંધો વ્યવસાય કરી રોજગારી મેળવા ભાઇ-બહેનો તથા સહભાગી વન વ્યવસ્યા મંડળીને મળી કુલ રૂા. ૪.૫૭ લાખના ચેકોનું વિતરણ પણ કરાયું હતું.

  લીમખેડા જૂની મામલતદાર કચેરીના પ્રાંગણમાં રાજ્યના વાહન વ્યવહાર અને ગ્રામવિકાસ મંત્રી આર. સી ફળદુની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી યોજાઇ હતી. લીમખેડા તાલુકા આદિવાસી સમાજ દ્વારા નગરમાં પારંપરીક પહેરવેશમાં સાંસ્કૃતિક હથિયારો સાથે ભવ્ય રેલી યોજાઇ હતી.કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.

  ઝાલોદ નગરમાં વિશ્વ આદિવાસી દિવસે સવાર માંથી જ આદિવાસી સમાજના લોકો સાંસ્કૃતિક વસ્ત્રો-શસ્ત્રો સાથે ઉમટી પડ્યા હતા. સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા સવારના ૧૦ વાગ્યાના અરસામાં માંડલી રોડ પર આદિવાસી સમાજની પ્રજા એકઠી થઇ હતી. આદિવાસી પરંપરાગત વેશભુષા ધારણ કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ફતેપુરા, સુખસર ફતેપુરા તાલુકા માં વિશ્વ આદિવાસી દિવસને લઇને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

  આદિવાસી ભાઇ ઓ દ્વારા ઠેર ઠેર ચા નાસ્તા અને લીંબુ શરબત ના સ્ટોલો પાણીની પરબો ઉભી કરાઇ હતી.એજ રીતે ગરબાડા, ધાનપુર તેમજ દેવગઢ બારિયામાં પણ ધામધૂમપૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 • Celebration of World Tribal Day in Dahod, Mahisagar, Panchmahal District
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Celebration of World Tribal Day in Dahod, Mahisagar, Panchmahal District
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Celebration of World Tribal Day in Dahod, Mahisagar, Panchmahal District
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Celebration of World Tribal Day in Dahod, Mahisagar, Panchmahal District
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Celebration of World Tribal Day in Dahod, Mahisagar, Panchmahal District
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ