4 દિવસ પહેલાં નોકરી છુટી જતાં પ્રસંગચંદને જવાબદાર ગણી ભુપેન્દ્રએ હુમલો કરી આપઘાત કર્યાની આશંકા

જૂની દુશ્મની હોવાથી હેરાનગતિનો ભ્રમ હશે, દલાલીનું કામ બંધ કરી દીધુ હતુ : વિવિધ કારણોસર આર્થિક રીતે નબળા પડ્યા હતાં

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 11:56 PM
મૃતદેહ અને પાસે પડેલી લોડેડ પીસ્તલ
મૃતદેહ અને પાસે પડેલી લોડેડ પીસ્તલ

દાહોદ: શહેરના અનાજ માર્કેટમાં દલાલીનું કામ કરતાં ભુપેન્દ્ર દલાલ અને અરીહંત મીલના માલિક પ્રસંગચંદ જૈન વચ્ચે જુની ધંધાકિય દુશ્મની હોવાનું સપાટી ઉપર આવ્યું છે. ડિપ્રેશનથી પીડાતાં ભુપેન્દ્ર દલાલ વિવિધ કારણોસર આર્થિક રીતે નબળા પડ્યા હતાં. પોતાની માલિકીનું ઘર વેચી નાખી હાલમાં ભાડાના ફ્લેટમાં રહેતાં હતાં. સમય જતાં તેમણે દલાલી કરવાનું કામ પણ છોડી દીધુ હતુ અને માર્કેટમાં જ એક વેપારીને ત્યાં નોકરી કરવા લાગ્યા હતાં. ચારેક દિવસ પહેલાં ભુપેન્દ્ર દલાલની આ નોકરી પણ છુટી ગઇ હતી. આ નોકરી છુટી જતાં જુની દુશ્મની હોવાથી તેની પાછળ પણ પ્રસંગચંદનો જ હાથ હોવાનું ભુપેન્દ્રભાઇ માની બેઠા હશે અને પ્રસંગચંદને મોતને ઘાટ ઉતારી નાખવા માટે મીલમાં ધસી જઇને બિન્ધાસ્ત અને બેખોફ બનીને તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું. ડિપ્રેશનથી પીડીત હોવાથી સામાજિક બહિષ્કાર કે પછી પોલીસના ભય સહિતના વિવિધ કારણોસર તેમણે પોતાને પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફોન ચાલુ કરી લેતાં તો જીવ બચી જતો

વેપારી પ્રસંગચંદ ઉપર ગોળીબાર કરનાર ભુપેન્દ્ર દલાલનો મોબાઇલ નંબર મેળવીને તેને ટ્રેસ કરવા મુકી દીધો હતો. આ સાથે તેમની વિવિધ સ્થળે તપાસ પણ શરૂ કરાઇ હતી. જોકે, ગોળીબાર બાદ આપઘાત કર્યા સુધીના સમય ગાળામાં તેમણે ફોન સ્વીચઓફ જ રાખ્યો હતો. જો ફોન ચાલુ કર્યો હોત તો લોકેશનના આધારે તે પકડાઇ જતાં અને કદાચ જીવ પણ બચી જતો.

સેમી ઓટોમેટીક પીસ્ટલ છે


ભુપેન્દ્રે પ્રસંગચંદ જૈન પર ફાયરિંગ કર્યું હતું તે અને પોતે આપઘાત કર્યો છે તે પીસ્ટલ એક છે. સેમી ઓટોમેટીક પીસ્ટલ હોવાથી એક વખત લોડ કરી દીધા બાદ 6 રાઉન્ડ પુરા ફાયર કરાય છે. મળેલી પીસ્ટલ પર મેડ ઇન સ્પેન કોતરેલું છે. દેશી હાથ બનાવટનું પોલીસે જણાવ્યું હતું.

નાનુ ચાકુ, મોઢું સંતાડવાનું માસ્ક મળ્યું

ભુપેન્દ્રના પેન્ટ અને શર્ટના ગજવાની તપાસ દરમિયાન પોલીસને લોડેડ મેગજીન, એક ડાયરી, મોબાઇલ, નાનુ ચાકુ, તાવ-દુખાવાની આર્યુવેદિક ગોળીની ડબ્બી, સફેદ રૂમાલ, મોઢે બાંધવાનું માસ્ક, એટીએમ, વીઝીંટીંગ મુકવાનું વોલેટ, 100 રૂપિયાની નોટ, નમકીનનું પેકેટ અને મોટરસાઇકલની ચાવી મળી આવી હતી.

ગોળી શોધવા શબનું એક્સરે કરાયું


ભુપેન્દ્રની છાતીના ભાગે ગોળી વાગેલી હતી પરંતુ શર્ટ પર લોહીને સામાન્ય ડાઘ જોવા મળ્યો હતો. જોકે, પીઠ પાછળ કાણું પડેલું હતું. ગોળી આરપાર થઇ છે કે શરીરમાં છે તે જાણવા માટે પોલીસે એક્સરે કરાવ્યું હતું.

અંતિમ ગોળીથી જીવનનો અંત આણ્યો


ભુપેન્દ્ર દલાલે આપઘાતના ઉપયોગમાં લીધેલી લોડેડ પીસ્ટલ પોલીસે કબજે લીધી હતી. તપાસ દરમિયાન આ પીસ્ટલના મેગજીનમાંથી એક પણ ગોળી મળી ન હતી. મેગજીનમાં અંતિમ ગોળી બચી હતી તેનાથી જ ભુપેન્દ્ર દલાલે પોતાના જીવનનો અંત આણી લીધો હતો.

8 વર્ષથી ડિપ્રેશનની દવા ચાલતી હતી

ભુપેન્દ્ર દલાલના ઘરે તપાસ કરવા માટે ગયેલી પોલીસને તેના ઘણી બધી દવાઓ મળી આવી હતી. પરિવારે પોલીસને જણાવ્યા મુજબ તેઓ ડિપ્રેશનમાં રહેતાં હોવાને કારણે છેલ્લા આઠ વર્ષથી દવા ચાલતી હતી. છેલ્લા ચાર વર્ષથી ડિપ્રેશનમાં વધારો થઇ ગયો હતો.

આના જવાબ નથી મળ્યાં

-સંગમથી અઢી કિમી દૂર કઇ રીતે આવ્યા
-દિવસ અને રાત્રે ક્યાં આશરો મેળવ્યો
-ઘોડાડુંગરીના ખાલી પ્લોટમાં જ આપઘાત કેમ
-સામાજિક બહિષ્કાર કે પોલીસના ભયે આપઘાત
-પીસ્ટલ ક્યારથી વસાવી રાખી હતી


પીસ્ટલ મુકવા માટે ડેકી નખાવી?

તક મળે એટલે પ્રસંગચંદ પર હુમલો કરવાનું પ્લાનિંગ બનાવ્યા બાદ પીસ્ટલ કાર્ટીજને રાખવી ક્યાં તે પ્રશ્ન નડ્યો હશે.ભુપેન્દ્ર દલાલે પોતાનું જીજે-20ઇ-1619 નંબરનું બાઇક 2004માં ખરીદ્યું હતું. ત્યારથી તે ડેકી વગરનું જ બાઇક ફેરવતાં હતાં. જાણકારોના જણાવ્યા મુજબ ભુપેન્દ્ર દલાલે 4 દિવસ પહેલાં જ બાઇકની પાછળ નવી ડેકી નખાવી હતી.

પીસ્ટલને તપાસ અર્થે મોકલાશે


ભુપેન્દ્ર દલાલે પ્રસંગચંદ ઉપર કરેલા ગોળીબારમાં વપરાયેલી પીસ્ટલ અને પોતે જેનાથી આપઘાત કર્યો છે તે પીસ્ટલ એક જ છે કે જુદી-જુદી તે જાણવા માટે પીસ્ટલને તપાસ અર્થે મોકલવામાં આવશે.

સેરોટીન કેમિકલ ઓછંુ થતાં આ અવસ્થા

માનસિક હતાશ વ્યક્તિના મગજમાં સેરોટીન નામક કેમીકલ ઓછુ થતાં પોતાને હોપલેસ, વર્કલેસ, હેલ્પલેસ માની બેસે છે. આમાં અણધાર્યું પગલું લેતો હોવાનો મનોચિકિત્સકોનો મત છે. ત્યારે ભુપેન્દ્ર દલાલ પણ ડિપ્રેશનથી પીડાતાં હોઇ પ્રસંગચંદ ઉપર ગોળીબાર બાદ પોતાને ગોળી મારી આપઘાત કર્યો હશે

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

મોટર સાયકલને તપાસતા પોલીસ કર્મચારી.
મોટર સાયકલને તપાસતા પોલીસ કર્મચારી.
મૃતદેહ પાસેથી મળેલી ચીજવસ્તુઓ
મૃતદેહ પાસેથી મળેલી ચીજવસ્તુઓ
X
મૃતદેહ અને પાસે પડેલી લોડેડ પીસ્તલમૃતદેહ અને પાસે પડેલી લોડેડ પીસ્તલ
મોટર સાયકલને તપાસતા પોલીસ કર્મચારી.મોટર સાયકલને તપાસતા પોલીસ કર્મચારી.
મૃતદેહ પાસેથી મળેલી ચીજવસ્તુઓમૃતદેહ પાસેથી મળેલી ચીજવસ્તુઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App