લીમખેડા, ગલાલીયા અને વાઘજીપુરમાં હોળીના તહેવાર પહેલા એકાદશીએ ભરાયેલ મેળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

​લીમખેડા: લીમખેડામાં પ્રતિવર્ષ ફાગણસુદ અગીયારસના રોજ આમળી અગીયારસનો મેળો યોજાય છે. સોમવારે હસ્તેશ્વર મહાદેવ મંદિરના મેદાનમાં મેળો યોજાયો હતો. જીલ્લામાં હોળીનો પ્રથમ મેળો હોવાથી હજારો મેળા રસિકો ઉમટી પડ્યા હતા. નવયુવાન દંપતિઓએ મહાદેવ મંદિરે પાંચ જાતનું અનાજ હાથમાં લઇ જલધારા સાથે પ્રદક્ષિણા કરી માનતા-બાધા પૂર્ણ કરી જ્યારે લગ્ન વાચ્છુક યુવાનો-યુવતિઓએ મનગમતા માણીગરને પામવા માનતા-બાધા લીધી હતી. મેળામાં ટ્રુપ્લેન ચક્કર, કાસ ઝુલા, બ્રેક ડાન્સ ઝુલા, ઇલેકટ્રીક નાવ, મોટા ચકડોળમાં બેસી રસિકોએ આનંદ માણ્યો હતો. 

વાઘજીપુરમાં આંબલ એકાદશી નિમિતે મેળો ભરાયો હતો

 

વાઘજીપુરમાં આંબલ એકાદશી નિમિતે મેળો ભરાયો હતો. જેમાં હોળી ધુળેટીના તહેવારની શરુઆત અને અગીયારસના મેળામાં ઉત્સાહ અને આનંદ સાથે માનવ મહેરાણ ઉમટી પડયુ હતુ.ગરબાડા તાલુકાના મોટા ભાગના ધરતી પુત્રોએ સ્થાનિક રોજગારી તથા પીયતના પાણીના અભાવના કારણે વર્ષો વર્ષથી હિજરત કરવી પડી રહિ છે. હોળી ધુળેટીનો તહેવાર તેઓના માટે મુખ્ય તહેવાર હોવાથી તેઓ હોળીના આઠેક દિવસ પહેલા જ માદરે વતન આવવા માટેના પ્રયાસ કરે છે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... લોકોએ ગલાલીયા હાટની મેળાની મઝા માણી

અન્ય સમાચારો પણ છે...