દાહોદના સરકારી દવાખાનામાં 11 માસમાં 528 દર્દીના મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

(પ્રતીકાત્મક તસવીર)

 

દાહોદ: દાહોદ શહેરમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દર્દીઓના મોતના મામલે વિવાદ વકર્યો હતો. ગત શુક્રવારે દાખલ બે દર્દીના  મોતના પગલે આ મુદ્દે ચક્કાજામ બાદ શનિવારે વધુ એક મહિલાનું મોત થતાં તેના સ્વજનો દ્વારા તોડફોડ સાથે સ્ટાફ ઉપર હુમલો કરતાં ભારે સનસનાટી ફેલાઇ ગઇ હતી. ઝાયડસ આવ્યા બાદ દવાખાનામાં દર્દીઓના મૃત્યુનું પ્રમાણ વધ્યુ હોવાના આક્ષેપો બાદ હરકતમાં આવેલા જિલ્લા કલેક્ટરે આ સહિતની વિવિધ બાબતનો અહેવાલ મંગાવ્યો હતો.

 

જેમાં ગત એપ્રિલ 2017થી ફેબ્રુઆરી 2018 સુધીમાં શહેરના સરકારી દવાખાનામાં કુલ 25335 દર્દીઓ સારવાર લીધી હતી. આ સિવાયના સારવાર મેળવનારા 528 દર્દીઓ એવા હતાં જેમનું સારવાર વેળા મોત થઇ ગયું હતું. જનરલ હોસ્પિટલ તરીકે સરકાર હસ્તક 156 બેડના આ દવાખાનામાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી છ માસમાં 12315 દર્દીઓએ સારવાર મેળવી હતી જ્યારે અહીં સારવાર દરમિયાન દર્દીઓની મોતની સંખ્યા 277 રહી હતી.

 

ઝાયડસ દ્વારા ઓક્ટોબર માસથી વિધિવત ચાર્જ લેવાયો હતો. ત્યારે તેમના ઓક્ટોબરથી માંડીને ફબ્રુઆરી 2018 સુધી સંચાલન વેળા 363 બેડના દવાખાનામાં 13020 દર્દીઓ સારવાર મેળવી હતી. જ્યારે સારવાર માટે સાજા થવા આવ્યા બાદ અહીં જ મોતને ભેંટ્યા હોય તેવા દર્દીઓની સંખ્યા 251 હોવાનું સામે આવ્યું હતું. સરકારના સંચાલનના 6 માસ કરતાં ઝાયડસના 5 માસના સંચાલન દરમિયાન દાખલ દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં મૃત્યુદરમાં ઘટાડો નોંધાયેલો હોવાનું જોવા મળ્યું હતું.

 

2017માં 584 દર્દી મોતને ભેંટ્યા હતાં


દાહોદ જનરલ હોસ્પિટલમાં વર્ષ 2017માં 23692 દર્દીઓને વિવિધ બીમારી અને તકલીફને કારણે દાખલ કરાવ્યા હતાં. આ દર્દીઓમાંથી 584 દર્દીઓ એવા હતાં કે જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ વર્ષમાં સૌથી વધુ ઓગષ્ટ માસમાં 82 દર્દીઓના મોત થયા હોવાનું નોંધાયું હતું.

 

અન્ય સમાચારો પણ છે...