નીમચથી વડોદરા લઇ જવાતો 2.52 લાખનો વિદેશી દારૂ જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

 

ગરબાડા: ગરબાડા તાલુકાના નીચમ ગામે2.52 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપાયો હતો. આ ટેમ્પોના પાછળના ભાગે બનાવેલા ખાનામાં દારૂનો જથ્થો ભરેલો હોવાથી હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી હતી. જથ્થો વડોદરા લઇ જવાઇ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા ચાલક સાથે રાણાપુરના ઠેકા‌વાળા અને પાલેજના યુવક સામે ગુનો દાખલ કર્યો હતો.


દાહોદ એલસીબીઅ નેગરબાડા પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે વખતે  LCBને મળેલી બાતમીના આધારે ગરબાડાની નીમચ ચોકડી ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન GJ.16.V.6023 નંબરનો વાદળી કલરનો એક આઇસર ટેમ્પો મધ્યપ્રદેશના રાણાપુર બાજુથી આવતા તેને રોક્યો હતો. ટેમ્પો ખાલી હતો ત્યારે પાકી બાતમી હોવાથી પોલીસની ઝીંવણટભરી તપાસમાં ટેમ્પાના તળિયાના ભાગે પતરાં તથા પ્લાયવૂડની પ્લેટો બનાવી બોડીના ઉપરના ભાગે ગોઠવેલ હોવાનું જણાતા પોલીસે તે પ્લેટો ખોલીને જોતાં તેમાં પ્લેટો નીચે અલગ અલગ ખાના બનાવેલા જોવા મળ્યા હતાં.

 

આ ખાનાઓમાંથી  રોયલ સિલેક્ટ ડિલક્ષ વ્હીસ્કીની 2.52 લાખ રૂપિયાની 840 બોટલો મળી આવી હતી. રાજેશભાઈ કરમસીંગ દેવડા,રહે.કોરીયાપાન, તળાવ ફળીયા, તા-ભાભરા, જીલ્લો.અલીરાજપુર (મ.પ્ર.) નામક ટેમ્પો ચાલકની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરાઇ હતી. ત્યારે તેણે  દારૂનો જથ્થો રાણાપુર કુંભારવાડામાં આવેલ ઠેકાના વેપારી નામે વિજયભાઈ ઉર્ફે સોનુજી રતિરામ સોનીનાઓ ભરાવ્યો હતો અને  વડોદરા ગોલ્ડન ચોકડીથી આગળ જઈ મોબાઈલથી સંપર્ક કરવા ભરુચ જિલ્લાના પાલેજના સાજીદખાન પઠાણે જણાવ્યું હોવાની વિગતો આપી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે પાંચ લાખ રૂપિયાનો ટેમ્પો પણ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

કાર્યવાહી હાથ ધરાઇ


આઇસર ટેમ્પોના ચાલક રાજેશભાઈ કરમસીંગ દેવડાની અટક કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - બી.બી.બેગડિયાએ, ઇન્ચાર્જ પીએસઆઇ ગરબાડા

અન્ય સમાચારો પણ છે...