Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod district backward,cost rs 40 crores,in the year 9054 children are Malnutrition

પછાત ગણાતા દાહોદ જિલ્લામાં બે વર્ષમાં 40 કરોડનો ખર્ચો આજે ય 9054 બાળકો કુપોષિત

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 12:06 AM

6 માસથી માંડીને 6 વર્ષ સુધીના બાળકો પીડિત બાળકોને શોધીને પોષિત કરાય પણ સફળતા દૂર

  • Dahod district backward,cost rs 40 crores,in the year 9054 children are Malnutrition

    દાહોદઃ જીલ્લાની વસ્તી 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 21,00,000 કરતા વધુ છે. દાહોદ જીલ્લો ગરીબ અને પછાત જીલ્લો છે તેને કારણે પરિવાર નિયોજન મામલે પણ જાગૃત્તિ ઓછી છે. તેને કારણે એક પરિવારમાં બાળકોની સંખ્યા વધારે અને કેટલાક કિસ્સાઓમાં ઘણી વધારે હોય છે. ગરીબીને કારણે પોષણ યુક્ત આહારની પણ વ્યવસ્થા થઇ શક્તી નથી. કુપોષણને કાબુમાં લેવા માટે સરકાર દાહોદ જિલ્લામાં દર વર્ષે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરે છે.


    સરકારી યોજનાઓનો લાભ ખરો?


    જેના દ્વારા ન્યૂટ્રીશન અને પૌષ્ટિક ખોરાક , આંગણવાડીમાં તાજુ ભોજન આપવામાં આવે છે. ઉપરાંત જરૂરીયાતમંદ બાળકોને અઠવાડિયામાં ૨ દિવસ ફળ, દુધ સંજીવની સ્કિમ હેઠળ ૬ મહિનાથી ૩ વર્ષ સુધીના બાળકોને 100ml ફલેવર્ડ દૂધ આપવામાં આવે છે. જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા આંગણવાડીઓમાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને શોધી કાઢી તેઓને પોષિત કરવામાં આવે છે.


    છેલ્લા બે વર્ષમાં 40 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થયો હોવા છતાં જિલ્લામાં છ માસથી માંડીને છ વર્ષ સુધીના મધ્યમ કુપોષણ ધરાવતાં બાળકોની સંખ્યા 7390 જ્યારે અતિકુપોષિત હોય તેવા બાળકોની સંખ્યા 1124 હોવાનું સામે આવ્યું છે. કુપોષિત બાળકોના આ આંકડા જોતા સરકારી યોજનાઓનો ખરો લાભ જ્યાં સુધી પહોંચવો જોઈએ ત્યાં સુધી કદાચ પહોંચતો ન હોવાથી દાહોદ જિલ્લામાંથી હજુ કુપોષણનું કલંક દૂર કરી શકાયું નથી કેહવામાં અતિશ્યોક્તિ નહીં થાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ