દાહોદ જિલ્લામાં સતત વરસાદ છતાં 6 ડેમ ખાલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લાના 8 ડેમ પૈકી પાટાડુંગરી અને ઉમરીયા ડેમ જ 70% ભરાયા: અન્ય ડેમમાં જળસપાટી વધી પણ હજુ અધૂરા
- એકધારો વરસાદ થાય તો તમામ ડેમ મહત્તમ સપાટીએ પહોંચશે
દાહોદ: દાહોદ જિલ્લામાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સોમવાર બપોર સુધીમાં કુલ 2300 મીમી વરસાદ નોંધાઇ ચુક્યો છે. તેમ છતાં જિલ્લાના ડેમોમાં હજી પાણી ભરાયા નથી. જો કે પાટા ડુંગરી અને ઉમરીયા ડેમ 70 ટકા ભરાઇ ચુક્યા છે. આગામી દિવસોમાં વરસાદ વરસે તો ડેમ સંપૂર્ણ ભરાઇ શકે તેમ છે. દાહોદ જિલ્લામાં અેક મહિનાના વિરામ પછી ગત 18 જુલાઇથી વરસાદનો પુન : પ્રારંભ થયો હતો. ત્યાર પછી છેલ્લા ચારેક દિવસથી અવિરત પાણી વરસી રહ્યુ છે. ક્યારેક રીમઝીમ તો ક્યારેક મોટા ફોરે વરસવા માંડે છે. જેથી ચોમાસુ જામ્યું હોય તેમ લાગે છે. શહેરના માર્ગો પર પાણી ભરાતા ચક્કા જામ સર્જાય છે.
આ વરસાદ ખરે ટાંકણે આવી જતા ખેતીને તો જીવતદાન તો મળ્યું જ છે. કારણ કે જિલ્લામાં મુખ્ય પાક મકાઇ અને સોયાબીન સહિતના બીયારણનું જૂન માસમાં જ વાવેતર કરી દેવાાયું હતું. 2,24,000 હેક્ટર ખેતી લાયક જમીનમાંથી 1,50,000 જમીનમાં તો પહેલેથી જ વાવેતર કરાયું હતું પરંતુ પાણીના અભાવે પાકમાં જીવાતો પડવા માંડી હતી તો કશેક મકાઇ મુરઝાવા લાગી ગઇ હતી. ત્યારે જ વરસાદ આવી જતા ખેતી પરનુ જોખમ હાલ ટળી ગયું હોવાનું ખેતીવાડી વિભાગનું કહેવું છે. જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડના તાલુકા મથકના આંકડા મળી કુલ વરસાદ 2366 મીમી નોંધાઇ ચુક્યો છે અને સોમવારે બપોર પછી પણ મેઘમહેર યથાવત જ રહી હતી. તેમ છતાં જિ.ના 8 ડેમમાં હજી સુધી પાણી પૂરા ભરાયા નથી. જો કે જળ સપાટી જરૂર વધી છે પરંતુ પાણી સંપૂર્ણ ભરાયા નથી. પાટાડુંગરી અને ઉમરીયા ડેમ 70 ટકા જેટલા ભરાયા છે તેમ છતાં કોઇ પણ ડેમમાં પાણી તેની મહત્તમ સપાટી સુધી પહોંચ્યાં નથી.
વિવિધ ડેમોમાં પાણીના સ્તર (મીટર)

ડેમ મહત્તમ સપાટી હાલની સપાટી
પાટાડુંગરી 172.97 168.15
માછણનાળા 281.33 272.80
હડફ 168.32 158.20
કાળી-2 271.90 252.30
ઉમરીયા 284.24 278.50
અદલવાડા 238.78 231.50
વાકલેશ્વર 225.25 217.39
{ કબુતરી 189.56 181.30
અન્ય સમાચારો પણ છે...