તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ જિલ્લાના 103 યાત્રાળુઓ સલામત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો)
 
દાહોદ: જમ્મુકાશ્મીરમાં ગુજરાતની બસ ઉપર આતંકવાદી હુમલો થવાની ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લામાં પણ ખળભળાટ મચી ગયો હતો. જિલ્લામાંથી લોકો યાત્રાએ ગયેલા હોવાથી સબંધિતોએ ફોન કરીને તમામની ખેરિયત પુછી હતી. આ સાથે વહિવટી તંત્રએ પણ લિસ્ટના આધારે તમામના સંપર્ક કરીને તેઓ સલામત હોવાની ખાત્રી કરી હતી.
 
સંબંધીઓએ ફોન કરીને ખેરિયત પૂછી સલામત હોવાની ખાતરી કરી
 
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાતેંગુ વિસ્તારમાં શસ્ત્રધારી ત્રાસવાદીઓએ અમરનાથયાત્રા કરીને પાછાં ફરી રહેલાં વલસાડના યાત્રીઓની બસ પર રાત્રે આઠેક વાગ્યાના અરસામાં હુમલો કરતાં સાતના મોત સાથે નવથી વધુ ઘાયલ થયા હતાં. આ ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લામાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. દાહોદ જિલ્લામાંથી ટ્રેન અને ખાનગી વાહન મારફતે 103 લોકો અમરનાથ યાત્રાએ ગયેલા છે. ત્યારે આ ઘટના પગલે ત્યાં ગયેલા લોકોના પરિવારના લોકોએ ફોન કરીને તેમની સલામતિ અંગે પુછપરછ કરી હતી. બીજી તરફ દાહોદ જિલ્લા કલેક્ટર રંજિથકુમારે પણ આ મામલે ગંભીરતા દાખવીને જિલ્લાના તમામ પ્રાંત અધિકારી અને મામલતદારોને અમરનાથ યાત્રાએ ગયેલા દાહોદ જિલ્લાના લોકોની ભાળ મેળવવા સુચના આપી હતી. ત્યારે પ્રાંત અધિકારીઓ દ્વારા રાતોરાત યાત્રાએ ગયેલા લોકોને ફોન જોડીને તેમની ખેરિયત પુછીને કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો.
 
આજે 21 લોકો દર્શને ગયા છે 

અમે 13 લોકો હાલમાં ચંદનવાડી કેમ્પમાં ભંડારા ઉપર છીઅે. આજે દાહોદ જિલ્લાના 21 લોકો દર્શને ગયા છે. જિલ્લાના બાકીના સાત લોકો પહેલગામમાં ગર્વમેન્ટના નુરવન કેમ્પ છે. કોઇ ચિંતાની વાત નથી. સરકાર તરફથી પૂર્ણ સુવિધા મળી રહી છે- કૃષ્ણકાંત મોઢિયા, દાહોદ, દર્શનાર્થી
 
હુમલાના વિરોધમાં વિહિપ-બજરંગદળનું આવેદન

જમ્મુકાશ્મીરમાં ગુજરાતના અમરનાથ યાત્રીઓ ઉપર આતંકવાદી હુમલાનો વિરોધ કરીને દાહોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સંયુક્ત રૂપે કલેક્ટરને આવેદન આપ્યું હતું.
 
દાહોદ જિલ્લામાંથી આજે 40 લોકો અમરનાથ રવાના થશે

દાહોદ શહેર સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બુધવારે 40 લોકો અમરનાથ યાત્રાએ રવાના થવાની જાણકારી મળી છે. આ તમામ લોકો સાંજે જમ્મુતાવી ટ્રેન મારફતે બાબા બરફાનીના દર્શન માટે જશે.
 
આગળ વાંચો: ભાજપ દ્વારા આક્રોશ સાથે આતંકવાદના પૂતળાનું દહન
 
 
અન્ય સમાચારો પણ છે...