દાહોદમાં હોળી પર્વે 1.35 કરોડના નારિયેળ હોળીમાં હોમાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હોળી ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ શહેરના બજારમાં રીટેલમાં નારિયેળનું વેચાણ કરતાં વેપારી.)
 
દાહોદ: હોળી ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હોળીમાં પુજા માટે લેવામાં આવતા નારિયેળનું ધુમ વેચાણ થતું હોય છે. આ વર્ષે દાહોદ શહેરમાં નારિયેળ ના હોલસેલ વેપારીઓ ધ્વારા હોળીના પર્વને ધ્યાનમાં રાખી નાળીયરની 30 ટ્રકો ભરી મોટા પ્રમાણમાં જથ્થો મંગાવવામાં આવ્યો છે.દાહોદ શહેરમાં નાળીયરના નાનામોટા મળી 9થી10 વેપારીઓ  તામિલનાડુથી નારિયેળ મંગાવવામાં આવ્યા છે. હોલસેલ વેપારીઓને નારિયેળ  ભેરલી એક ટ્રક ચાર લાખથી સાડા ચાર લાખ સુધીમાં પડતી હોય છે. 
 
એક કોથળામાં 100,120,160 નંગ નારિયેળ આવતા હોય છે
 
હોલસેલ વેપારીઓ આ નારિયેળ અલગ અલગ ભાવોમાં શહેર તેમજ જિલ્લાના રીટેલ વેપારીઓને આપતા હોય છે.એક કોથળામાં 100,120,160 નંગ નારિયેળ આવતા હોય છે. હોલસેલ વેપારીઓ 100નંગના 2300 રૂપીયા,120 નંગના 2400,160 નંગના 2400રૂપીયાના ભાવે રીટેલરને આવતા હોય છે. નાના નારિયેળ ના વેપારીઓ બજારોમાં 1 નંગ નાળીયરના 15થી 20 રૂપિયાના ભાવે વેચતા હોય છે. નારિયેળો બે પ્રકારના જુના અને નવા આવતા હોવાથી વેપારીઓને અલગ અલગ ભાવોથી વેચવામાં હોય છે. શહેર સહિત જીલ્લામાં 1.35 કરોડ રૂપિયાના નારિયેળ હોળીના તહેવારમાં બજારોમાં વેચાશે. આમ હોળીના તહેવારમાં નારિયેળનું અનેરૂ મહત્વ હોવાથી બજારોમાં ખુબજ મોટા પ્રમાણમાં નારિયેળનો જથ્થો ઠલવાયો છે. 

આ વર્ષે નારિયેળ ના વેપારમાં મંદી
 
હોળીના તહેવારને ધ્યાનમાં રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ નારિયેળ મંગાવામાં આવ્યા છે પણ આ વર્ષે નારિયેળ માં 4થી5 રૂપીયાનો વધારો થતા વેપારમાં થોડી મંદી જોવાઈ રહી છે.ગત વર્ષે હોળીના તહેવારમાં 35 થી37 ટ્રક નારિયેળ માર્કેટમાં આવ્યા હતાં.-હુનેદ ભગત.હોલસેલ વેપારી,દાહોદ
અન્ય સમાચારો પણ છે...