તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

463 પ્રાથમિક શાળામાં કમ્પ્યૂટર લેબ ઠપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દાહોદની ધો. ૧થી પની પ્રા. શાળામાં કમ્પ્યુટરના મેન્ટેનન્સ અને નવા વર્ઝનના અભાવે લેબ બંધ

દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં છાત્રોને કમ્પ્યુરનું જ્ઞાન મળી રહે તે માટે સરકાર દ્વારા શાળાઓમાં કમ્પ્યુટર લેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ કમ્પ્યુટરના મેન્ટેનન્સ અને નવા વર્ઝનના અભાવે આ હેતુ બર આવ્યો નથી. હાલમાં તમામ ૪૬૩ શાળામાં કમ્પ્યુટર લેબ ઠપ પડી છે. જેથી સરવાળે છાત્રોને જ નુકસાન થઇ રહ્યું છે.

દાહોદ જિલ્લામાં ૧૬૪૦ પ્રાથમિક શાળા આવેલી છે. છાત્રોને શરૂઆતથી જ કમ્પ્યુટરનું શિક્ષણ મળે તેવા શુભ હેતુથી ૧૬૧૨ શાળામાં સરકાર દ્વારા કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. તે પેકીની આ શાળાઓ પૈકીના ધોરણ ૧થી પની ૪૬૩ શાળાઓમાં કમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી હતી. એક કમ્પ્યુટર લેબ દીઠ ૧૧ મળી સરકાર દ્વારા પ૦૯૩ કમ્પ્યુટર ફાળવવામાં આવ્યા હતાં. આ કોન્ટ્રાક કોર કંપનીને આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં તો આ લેબ ધમધમાટ ચાલી હતી. પરંતુ સમય જતાં મેન્ટેન્સનો અભાવ, જુના વર્ઝનો, યાત્રિક ખામીને કારણે એક-એક કમ્પ્યુટર ખાંડુ થવા સાથે કેટલેક ઠેકાણે તો તસ્કરો કમ્પ્યુટર ચોરી જવા સહિ‌તના વિવિધ કારણોને લીધે આજે તમામ શાળાઓમાં કમ્પ્યુટર લેબ ઠપ પડી છે.

જાણવા મળ્યા મુજબ કોર કંપની અને તેના કો ઓર્ડિનેટરો વચ્ચે ગેપ હોવાને કારણે આ પરીસ્થિતી સર્જા‍ઇ છે. આ શાળાઓમાં કમ્પ્યુટરના જાણકાર કેટલાંક શિક્ષકો એક-કે બે ચાલુ કમ્પ્યુટર હોય તેનાથી કામ ચલાવી રહ્યા છે. જોકે, તેનાથી શિક્ષણનો હેતુ બર નહીં આવતાં સરવાળે છાત્રોને જ નુકસાન થઇ રહ્યું છે.

કમ્પ્યૂટરોની ખરેખર ચોરી કે કૌભાંડ

દાહોદ જિલ્લાની શાળાઓમાંથી કમ્પ્યુટરની ચોરી પોલીસ માટે પડકારનો વિષય બની છે. ત્યારે આ ચોરીઓ ઉકેલવામાં પોલીસને પણ જોઇએ તેટલી સફળતા મળી નથી રહી. અત્યાર સુધી પોલીસ નીનામાની વાવ, સંજેલી અને લીમડી ગામની શાળામાંથી થયેલી ચોરી જ અત્યાર સુધી ઉકેલાઇ શકી છે. ત્યારે આ ચોરીઓ છાત્રો, શિક્ષક પૂત્રો અને ગામમાં રહેતાં યુવાનોએ કરી હોવાનું ખુલ્યું હતું. ત્યારે જિલ્લામાં શાળાઓમાંથી કમ્પ્યુટરોની ખરેખર ચોરી થાય છે કે આ કોઇ અંદરના જ વ્યક્તિઓ દ્વારા કમ્પ્યુટર સગેવગે કરવાનું કૌભાંડ ચાલે છે તે તપાસનો વિષય બન્યો છે.

આઇટીસી લેબ ઉભી કરાશે

આ વર્ષના બજેટમાં બધા જ કમ્પ્યુટર બદલી નાખવામાં આવશે. ૪૩ લેબ જુની છે તેને નવી બનાવવામાં આવશે. ધોરણ ૧ થી ધો. પની આ જુની લેબને આઇટીસી લેબ કરવાનું સરકારનું આયોજન છે. આર.ડી વણકર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી