તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતમાં ૪ વ્યક્તિનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ઉકરડીના બે બાઇકસવારોને ચાકલિયા રોડ પર અજાણ્યા વાહનની ટક્કર
-ધાનપુરના કોઠારિયામાં રસ્તા વચ્ચે કૂતરું આવી જતાં બાઇકસવારનું મોત

દાહોદ જિલ્લામાં બનેલા ત્રણ માર્ગ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર એવા ચાર યુવકોએ જીવ ગુમાવ્યો હતો. ત્રણે બનાવો અંગે પોલીસે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે. દાહોદના ઉકરડીના મેંદળાઇ ભુરિયા ફળિયાના રામસિંગ ભુરિયા અને સબુરબાઇ ભુરિયા બુધવારની સવારે રેંકડામાં ખરીદી અર્થે દાહોદ આવ્યા હતાં. પરત જતી વખતે તેમને ભાટીવાડા ગામના બીજલ ડામોર રસ્તામાં મળ્યા હતાં. પરિચય હોવાને કારણે બંને બીજલભાઇની મોટરસાઇકલ પર બેસી ગયા હતાં.

ઘરે જતી વખતે બપોરના અરસામાં શહેરના ચાકલિયા રોડ વિસ્તારમાં કોઇ અજાણ્યા વાહને તેમની બાઇકને અડફેટમાં લીધી હતી. જેથી રસ્તા પર પટકાયેલા રામસિંગભાઇ અને સબૂરભાઇનું માથામાં થયેલી ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. બીજલભાઇ પણ ઘાયલ થયા હતાં. ધાનપુર તાલુકા વેડ ગામના રહેવાસી ભરતસિંહ ચૌહાણ અને તેમના પિતા ગુલાબસિંહ મોટરસાઇકલ પર નાકટી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતાં. ચાંદલાવિધિ પૂર્ણ થયા બાદ તેઓ પરત આવી રહ્યા હતાં. ત્યારે ધાનપુરના જ કોઠારિયા ગામે રસ્તામાં અચાનક કૂતરું આવી જતાં ભરતસિંહે મોટરસાઇકલને બ્રેક મારી હતી.

જેથી બાઇક સ્લીપ થતાં પાછળ બેઠેલા ગુલાબસિંહના મોઢે, માથે અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને વડોદરાની સ્ટલિંર્‍ગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત થયું હતું. ઝાલોદના ખરવાણી ગામના સોમાભાઇ રસીકભાઇ તાવિયાડ એક મિત્રની મોટરસાઇકલ પર બેસીને જઇ રહ્યા હતાં. ત્યારે સાંપોઇ ગામે સંજેલી ક્રોસિંગ પાસે સામેથી પુરપાટ આવતાં એક ટેમ્પોચાલકે તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી. જેમાં રામસિંહભાઇનું મોત થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો