તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
-વિવિધ બ્રાન્ડની બિઅર અને વ્હિસ્કીની બોટલો કબજે લેવાઇ
-મકાન માલિક સહિત બે વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી
-પ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાતાં પંથકના બૂટલેગરોમાં ફફડાટ
ઝાલોદ તાલુકાના કાળીગામ ગામે પોલીસે બપોરના સમયે છાપો મારીને એક ઘરમાં સંગ્રહી રાખેલો પ.૩૦ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિઅરનો જથ્થો જપ્ત કર્યો હતો. લીમડી પોલીસે ઘર માલિક સહિત બે સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત જાણકારી અનુસાર ઝાલોદ તાલુકાના મીરાખેડી પાસે આવેલા કાળીગામમાં રહેતાં શનુભાઇ પારૂભાઇ બારિયાના ઘરે વિદેશી દારૂ ઉતર્યો હોવાની બાતમી લીમડીના પીએસઆઇ જે.જી વાઘેલાને મળી હતી.
તેના આધારે બપોરના સમયે આયોજનબદ્ધ છાપો મારવામાં આવ્યો હતો. પોલીસની રેડ પડતાં કાળીગામના સબંધિત વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. શનુના ઘરમાં તપાસ કરતાં ત્યાં ભરેલો દારૂનો જથ્થો જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી. ઘરમાં સંગ્રહી રાખેલી બ્લેકફોર્ટ બિઅરની ૨૦૦ પેટીમાંથી ૨.૪૦ લાખની બોટલો, ઇમ્પેક્ટ ગ્રીન વ્હીસ્કીની ૭પ પેટીમાંથી ૧.૮૦ લાખના ક્વાટર, ગ્રીન વ્હીસ્કીની ૧૯૨૦૦ રૂપિયાની આઠ પેટી, એવરીડેની ૯૬૦૦ રૂપિયાની ચાર જ્યારે મેકડોલ વ્હીસ્કીની ૭૨ હજારની બોટલો ભરેલી ૧પ પેટી અને ૯૬૦૦ રૂપિયાની કિંમતની રોયલ સ્ટેજ વ્હીસ્કીની બે પેટી મળી આવી હતી.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.