તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર ને બાજરીની ખરીદી કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેકાના ભાવે ડાંગર અને બાજરીની ખરીદી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડના ખેડા જિલ્લાના તમામ ગોડાઉન કેન્દ્ર પર સને ૨૦૧૩ - ૧૪ના ખરીફ માર્કેટિંગ સીઝનમાં ટેકાના ભાવે ડાંગર અને બાજરીની ખરીદી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર અને બાજરીના યુનર્ફિોમ સ્પેસીફીકેશન મુજબ ગુણવત્તા ધરાવતા જથ્થા માટે ડાંગર(કોમન)ના ૧૦૦ કિલોના રૂા. ૧૩૧૦, ડાંગર (ગ્રેડ-એ)ના ૧૦૦ કિલોના ૧૩૪પ અને બાજરીના ૧૦૦ કિલો રૂ. ૧૨પ૦ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવેલાં છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલ યુનિફોર્મ સ્પેસીફિકેશન મુજબ ગુણવત્તા ધરાવતા જથ્થા માટે નક્કી થયેલ ભાવે જથ્થો ખેડૂતો પાસેથી જ ખરીદી કરવામાં આવશે.